કોકરેજની મુખ્ય નર્મદા નેકારિયા કેનાલમાં કોઈ યુવાન કેનાલમાં ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવતા, ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. યુવાન કોકરેજ ના વજે ગઢ નો હોવાનું સામે આવતા ઘટના સ્થળે પરિવારના લોકો પણ દોડી આવ્યા હતા. ત્યારે સ્થાનિક તરવૈયાની ભારે જહેમત બાદ યુવાનની લાશ હાથ લાગી હતી.બનાસકાંઠા જિલ્લા ના કોકરેજ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નેકારીયા કેનાલમાં કોઈ અજાણ્યા યુવાન કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળતા ઘટના સ્થળે લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.. ઘટનાની જાણ પરિવાર ને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે યુવાન કોકરેજના વજેગઢ ગામના હદાજી શિવાજી ઠાકોર નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.. ત્યારે સ્થાનિક તરવૈયા ની ભારે જહેમત બાદ યુવાનની લાશ હાથ લાગી હતી..ઘટનાની જાણ થતાં થરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવનના મોતનું કારણ અક બંધ જોવા મળ્યું છે. જ્યાં યુવાનની લાશને બહાર કાઢી કોકરેજ ના થરા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.. તો થરા પોલીસે એડી મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર કિશોર નાયક દિયોદર



