સબસીડાઇઝ રાસાયણિક ખાતરોનું પોઇન્ટ ઓફ સેલ મશીનથી MRP મુજબ વેચાણ કરાશે

અરવલ્લી        રાસાયણિક ખાતરોના વિતરણની પધ્ધતિમાં પારદર્શિતા, ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોના ઔધોગિક વપરાશ પર અંકુશ, ડીઝીટલપેમેન્ટને પ્રોત્સાહન, ખાતર વિક્રેતાઓ પાસે રાસાયણિક ખાતરોના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઇન માહિતી તથા ખેડૂતવાર-ગામવાર રાસાયણિક ખાતરોના વપરાશ અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તેવા હેતુસર ભારત સરકારશ્રી દ્વારા સબસીડી યુક્ત રાસાયણિક ખાતરોનું પી.ઓ.એસ.(POS) મશીનથી MRP મુજબ વેચાણ કરવાનું નક્કી કરેલ છે. જે મુજબ હાલની સ્થિતીએ રાસાયણિક ખાતરોના ભાવ વધારા બાબતે જીલ્લામાં રાસાયણિક ખાતરો(યુરીયા, ડી એ પી, એન પી કે, એસ એસ પી, પોટાશ વિગેરે)નો વિક્રેતાઓ પાસે હાલ જ્થ્થો ઉપલબ્ધ છે, તે જ્થ્થો બેગ ઉપર છાપેલી MRP મુજબની કીંમતથી જ વેચાણ કરવું, તેમજ આ બાબતનુ ધ્યાન ખેડૂતોને દોરવુ.        ખાતર વિતરણ સમયે માસ્ક, હેન્ડ ગ્લોવ્સ, સેનીટાઈઝર વિગેરેનો ઉપયોગ ફરજિયાતપણે થાય અને સોશીયલ ડીસ્ટન્સ જળવાય તેમજ COVID-19 બાબતની કેન્દ્ર અને રાજ્યસરકારની વખતોવખતની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.આ ઉપરાંત ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની ગુણવત્તા અંગે કોઇ શંકા કે સંશય હોય તો આપની કોઇપણ ફરિયાદ માટે તમારા તાલુકાના એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ભિલોડા, ધનસુરાનો સંપર્ક કરવો તેમજ જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), મદદનીશ ખેતી નિયામકશ્રી(ગુ.નિ), ખેતીવાડી અધિકારીશ્રી/ વિસ્તરણ અધિકારીશ્રી/ગ્રામ સેવકનો સપર્ક કરવો તથા આ અંગે નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ), મોડાસા અરવલ્લીની કચેરી સમય દરમ્યાન આપની રજુઆત/ફરીયાદ કરવા વિનંતી છે.

બ્રેકીંગ ન્યૂઝ