અરવલ્લીઅરવલ્લી જિલ્લામાં કોરોના નો કહેર.. ઓક્સિજન દવા ઇન્જેક્શન ની સુવિધા વિના હોસ્પિટલમાં કણસી દમ તોડતાં દર્દીઓ.. આરોગ્ય વિભાગ ના સીડીએચઓ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના સત્તાવાળાઓ ફોન જ ઉપાડતા નથી.. રોજબરોજ નવા કેશો માંવધારો.સેવાના નામે મીંડું.. જીવતા જીવે નર્ક ભોગવતા દર્દીઓ.. સગાંવહાલાં પણ હોસ્પિટલમાં પરેશાન કોઈ જવાબ આપવા તૈયાર નથી હોસ્પિટલમાં કરૂણતા ના દ્ગશ્યો…પત્રકારે આખરે પ્રભારી મંત્રી ને મૌખિક જાણ કરી.જોવું રહ્યું શુ થાય??સરકારી ક્વોટા માં ફળવાયેલા રેમડેસીવીર ઇન્જેક્શનો નો ધમધતો કાળો બજાર ની લોક ફરિયાદો અરવલ્લીમાં આરોગ્યતંત્ર ખાડે ગયું જીલ્લા આરોગ્ય અધિકારી શ્રીમાળી ફોન ઉપાડવાની તસ્દી લેતા નથીઅરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનાં કારણે સમગ્ર જિલ્લામાં દયનિય પરિસ્થિતિ ઉભી થવા પામી છે.રોજબરોજ અસંખ્ય કોરોના વાયરસ ના કેસો કીડીયાર ની માફક વધવા માંડ્યા છે અને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ નો ભારે ધસારો છે અને સમગ્ર અરવલ્લી જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ ગામડાઓમાં પણ કોરોના વાયરસે લોકોને ભરડામાં લીધા છે . ત્યારે આરોગ્ય વિભાગ સહિતના વિભાગોએ અરવલ્લી જિલ્લાના કોરોના વાયરસનાં સંક્રમિત સ દર્દીઓ ને ભગવાન ભરોસે છોડી દીધાનો અહેસાસ થઈ રહ્યો છે . અહીં દર્દીઓ ને કોઈજ સુવિધા કે સારવાર આપવામાં આવતી નથી તેમજ ઓક્સિજન , રેમડેસીવીર ઈન્જેકસન સહિતની દવાઓની કોઈ જ સુવિધા ન હોવાનું દર્દીઓ જણાવી રહ્યા છે એટલું જ નહીં પણ તમામે માનવતા નેવે મૂકી દીધી છે દર્દીઓ કે તેમના સાથે આવેલા સગાઓને પણ યોગ્ય જવાબ આરોગ્ય ના કર્મચારીઓ કે ડોક્ટરો આપતા નથી.દવાઓની કોઈજ માહિતી આપવામાં આવતી નથી સારવાર પણ યોગ્ય રીતે નહીં કરાતાં લોકો મરી રહ્યા છે કણસી રહ્યા છે મૃત્યુ આંક દિવસે દિવસે વધતા લોકો ગભરામણ અનુભવી રહ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સત્તાવાળાઓ પણ ફોન ઉપાડતા ન હોવાનું જાગૃત લોકો જણાવી રહ્યા છે તો સરકાર કે સરકારમાં રહેલા સરકારના પ્રતિનિધિઓ પણ ડોકાતા નથી કે નથી ફોન ઉપાડતા . જ્યાં સરકારે નિયત કરેલી હોસ્પિટલો કે અન્ય જગ્યાએ રમડેસિવર ઇન્જેક્શન ના જથ્થા ની અછત છે.અને જેના કારણે લોકો સારવાર વગર ટપોટપ મરવા માડય છે અરવલ્લી જિલ્લાના આરોગ્ય અધિકારી કે અન્ય અમલદારો પણ અમારા પ્રતિનિધિ કે અન્યના ફોન રીસીવર કરી સાચી માહિતી આપવા ઠાગાઠૈયા કરી રહ્યા છે અને ફોન પણ ઉપાડતા ન હોવાથી લોકોને અનેક પ્રકારની શંકાકુશંકા ઓ ઉત્પન થવા માંડી છે જોકે સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કંઈ પ્રત્યુતર નહીં મળતાં આ સમગ્ર પરિસ્થિતિ નો ચિતાર અને યોગ્ય કરવા અમારા પ્રતિનિધિ એ આખરે લોકહિત અને સેવામાં કચાસ ન રહે જલ્દી સારવાર દવા વગેરે બાબતે પ્રભારી મંત્રી રમણભાઈ પાટકર ને ટેલીફોનીક મૌખિક ફરીયાદ કરવામાં આવી છે ત્યારે શું થાય છે તે જોવું રહ્યું બાકી અરવલ્લી જિલ્લાના કોરોના વાયરસનાં દર્દીઓ ની સરકારી હોસ્પિટલોમાં અને નિયત કરેલા દવાખાનાઓમાં જે ઓક્સિજન વગર દવા વગર અને ઇન્જેક્શન વગર તેમજ યોગ્ય સારવાર સિવાય જે દયનીય પરિસ્થિતિ છે હદય કંપાવી દે તેવી છે. આ કેવું શાસન અધિકારી ઓ સરકારી પ્રતિનિધિ કે લોકપ્રતિનિધિ ને ના ગાંઠે.ખોટા બહાના બતાવી સ્ટોરી બનાવી દે અને પ્રજા અને દર્દીઓ મૂર્ખ બની પરેશાની ભોગવે..કેવું શાસન માનવતા પણ ભૂલાઈ જવા માંડી હાલ તો માત્ર અરવલ્લી જીલ્લાનીજ વાત કરીએ તો આ મહામારી માં લોકો જીવતેજીવ નર્ક નો અનુભવ કરી રહ્યા છે સરકાર અને સરકારી તંત્ર કે આરોગ્ય તંત્ર ના તમામ દાવાઓ વાતો અને રોજેરોજ મુખ્ય મંત્રી કે નાયબ મુખ્ય મંત્રી ની આરોગ્ય લક્ષી સારી સેવાઓ હવામાં ઉડતી વાતો લોકોને લાગે છે અને હવે માત્ર લોકોને બચાવશે તો ભગવાન બાકી કોઈનીય જોડે કોઈ અપેક્ષા કરતાં આશાઓ માટે અરવલ્લી જિલ્લાના લોકોએ હાથ ધોઈ નાખ્યા છે જે આજના હોસ્પિટલમાં કણસતા દર્દીઓ અને તેમની સેવામાં રહેલા લોકોને લાગી રહ્યા છે તંત્ર મૌન છે..લોકો પરેશાન છે..જો આમને આમ પરિસ્થિતિ રહેશે તો લોકો ના આક્રોશ નો ભોગ અધિકારીઓ અને રાજકારણીઓ ને ભવિષ્યમાં સ્વાદ ચાખવા મળે તો નવાઈ નહિ હોય રિપોર્ટ- મહેન્દ્ર પ્રસાદ- અરવલ્લી


