અરવલ્લી. જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ બિનવારસી મનોદિવ્યંગ બહેનો માટેનો આશ્રય સ્થાન છે. આજ રોજ આશ્રમની પ્રવૃત્તિ સાથે હૃદયથી જોડાયેલ મોડાસા ના સચિનભાઈ મહારાજે ફોન દ્વારા પ્રમુખશ્રી અશોકભાઈ જૈનને એક બિનવારસી બહેન જે મોડાસા ધનસુરા વચ્ચે ભટકતું જીવન વ્યતીત કરે છે તેવું જણાવવામાં આવ્યું. જેથી અશોકભાઈ જૈન આશ્રમ ના સેવાસાથી સ્ટાફ મહેશભાઈ ,રીંકુબેન અને નરેન્દ્રભાઈ સાથે રહીયોલ પહોંચ્યા .જ્યાં બહેન ને સમજાવી ગાડીમાં બેસાડી આશ્રમ માં લાવવામાં આવ્યા. આ બહેનના આવવાથી આશ્રમવાસી બહેનોની સંખ્યા161 પહોંચી.અહીં બે ટાઈમ પૌષ્ટિક ભોજન, નાસ્તો,મેડિકલ ટ્રીટમેન્ટ,પ્રેમ ,લાગણી,હૂંફ આપવામાં આવે છે.અત્યાર સુધી 130 બહેનોને પોતાના પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળેલ છે. આશ્રમ હાલ ભાડાની જગ્યા પર કાર્યરત છે,નવીન આશ્રમ નું બાંધકામ સમાજના સાથ સહકારથી કાર્યરત કરેલ છે.


