ગીર સોમનાથ જિલ્લામાં રાહત બચાવની કામગીરીના સંકલન માટે ઇણાજ વેરાવળ ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ

ગીર-સોમનાથ તા. -૨૨, ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને ગીરગઢડા, ઊના અને કોડીનાર તાલુકામાં તાઉતે વાવાઝોડાથી થયેલી નુકસાનીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી રાહત અને બચાવની કામગીરીના સંકલન માટે જિલ્લા સેવા સદન ઈણાજ વેરાવળ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

ચોવીસ કલાક ચાલુ રહેતા આ કંટ્રોલરૂમમાં સોમનાથ જિલ્લામાં અસરગ્રસ્ત ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા ચાલી રહેલી કામગીરીનુ સંકલનની વિગતો તેમજ સરકાર કક્ષાએથી આવતી માર્ગદર્શિકા અને જિલ્લા કક્ષાએ થયેલી કામગીરીનું સંકલન કરવામાં આવી રહ્યું છે.

        ગીર સોમનાથ જિલ્લાના વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી તેમજ જનસેવા ને પૂર્વવત કરવા માટે બહારના જિલ્લામાંથી પણ વિવિધ ટીમો સંસાધનો સાથે કામ કરી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના એક પછી એક ગામોમાં જુદી જુદી સેવાઓ શરૂ થઈ રહી છે. ખાસ કરીને વીજળી પાણી અને રસ્તા તેમજ નુકસાની ના સર્વે ઉપરાંત વિવિધ સંસ્થાઓના સહયોગથી વધુ અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં ભોજન રાશન વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

કલેકટરશ્રી અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર શ્રી એસ.જે. ખાચરના સંકલનમાં રેવન્યુના કર્મચારીઓ કંટ્રોલરૂમમાં ૨૪  કલાક ફરજ બજાવી રહ્યા છે.

બ્રેકીંગ ન્યૂઝ