
મુખ્ય અધિકારી સાગરભાઈ રાદિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ,પ્રિ-મોન્સુન -૨૦૨૧ માટે માંડવી શહેરમાં આગામી ચોમાસામાં કેટલા મિલિ મિટર વરસાદ નોંધાયેલ છે . તેની રોજે રોજની માહિતી મળી રહે તે માટે કંન્ટ્રોલ રૂમ ૧ લી જુનથી કાર્યરત કરવામાં આવનાર છે . જે માટે વરસાદ માપવાના ( વેધર મશિન ) યંત્રથી સજજ કરવામાં આવેલ છે . મુખ્ય અધિકારી સાગરભાઈ રાદિયાએ વધુમાં જણાવ્યું છે કે , માંડવી નગરપાલિકામાં ૨૪ કલાક કંન્ટ્રોલ રૂમ ચાલુ રહેશે . ૧ જુન ૨૦૨૧ થી દરરોજ દિવસ-રાત તારીખ વાઈઝ કર્મચારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. કંન્ટ્રોલ રૂમનો સંપર્ક નંબર ૦૨૮૩૪-૨૨૩ ૦૧૦ ,હેડ કલાર્ક કાનજી શિરોખા મો.નં. ૯૯૦૯૦ ૩૧૬૨૯ તેમજ ભુપેન્દ્ર સલાટ મો.નાં . ૯૮૭૯૧ ૧૪૯૦૭ પર નોંધાયેલ વરસાદની માહિતી મળી રહેશે.દરરોજ નોંધાયેલ વરસાદની વિગત રજીસ્ટરમાં નોંધવામાં આવશે , તદુપરાંત આ સમય ગાળા દરમ્યાન વરસાદને કારણે વૃક્ષ કે ઈમારત પડી જાય તો શહેરના નાગરીકોએ ઉપર જણાવેલ નંબર ઉપર સંપર્ક કરી શકશે.તેમજ સેનિટેશન વિભાગ દ્વારા ડ્રાઈવરો અને મજુરો સાથે ટાંચા સાધનો જેવા કે , જે.સી.બી. , લોડર , ટ્રેકટર જેવા સાધનોને સજજ કરવામાં આવેલ છે . નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય તો તેના નિકાલ માટે પાણી પુરવઠા વિભાગ દવારા ડી-વોટરીંગ પંપ સ્ટેન્ડબાય રાખવામાં આવેલ છે.
