જનરેટર સેટ અને ટેન્કર દ્વારા અપાતુ પાણી :અમદાવાદ થી વધુ છ જનરેટર મંગાવાયા
ગીર-સોમનાથ તા. -૨૩, ગીર સોમનાથ જિલ્લાના ઉના તથા ગીરગઢડા તાલુકામાં તા. ૧૭/૦૫/૨૦૨૧ ના રોજ તૌકતે વાવાઝોડુ ૧૬૦ થી ૧૮૦ કી.મી. ની ઝડપ થી આવેલ જેથી પાણી પુરવઠા બોર્ડ હસ્તકની જુથ યોજનાના હેડવકર્સ પર તૌકતે વાવાઝોડાના કારણે નુકશાની થતા યોજનાના ગામોને પાણી પુરવઠો સદંતર બંધ થયેલ હતું. જે પૂવર્વત કરવા માટે પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવશ્રીએ, ઉનાની મુલાકાત લીધી હતી અને પાણી પુરવઠો કાર્યરત કરવા માટેના આયોજનનું માર્ગદર્શન આપ્યું હતું.
જેમાં ઉના તાલુકાના કુલ ૯૦ ગામ તથા ગીરગઢડા તાલુકાના કુલ-૩૭ ગામોનો બેડીયા-મચ્છુન્દ્રી ગ્રુપ પાણીપુરવઠા યોજના, ઉના-દીવ જુથ પાણી પુરવઠા યોજના અને ચાચકવાડા જુથ પાણી પુરવઠા યોજનામા સમાવેશ થયેલ છે. આ જુથ યોજનાઓમાં કુલ- ૦૬ હેડવકર્સ ખાતે પાવર સપ્લાય બંધ હોય, જેથી આ ૬ હેડવર્કસમા કુલ -૮ ડીઝલ ઝનરેટર સેટ ચાલુ કરી, હેડવકર્સ નીચે આવતા ગામોને પાણી પુરવઠો ચાલુ કરવામાં આવ્યું હતું. તેમજ ૦૨ ડીઝલ ઝનરેટ સેટ ના ટેસ્ટીંગ થયેલ છે. જે ટુંક સમયમાં ચાલુ કરવામાં આવશે. તા.૨૨ મે સુધીમાં બન્ને તાલુકાના- ૫૯ ગામોને પાણી પુરવઠો ગામનાં સમ્પમાં પુરો પાડેલ છે. જયારે બાકી રહેતા ગામોને ક્રમશઃ પાણી પુરવઠો પુરો પાડવાનું આયોજન છે.
ઉપરાંત હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને ગામોને પાણી પુરવઠો આપવામાં આવે છે. જેમાં પાણીનો જથ્થો વધારો કરવા માટે ઝનરેટર સેટ સિવાય વધારાના ૬ ઝનરેટર સેટ મંગાવવામાં આવેલ છે. જેનાથી ગામોને પાણી પુરવઠો પુરો પાડી શકાશે. આ બન્ને જુથ પાણી પુરવઠા યોજનામા જી.ડબલ્યુ.આઇ.એલ. હસ્તકની એન.સી-૨૪,૨૫ બલ્ક પાઇપલાઇન કડીયાળી ઓફ-ટેક થી ઉના ખારા ઓફ-ટેક અને કેસરીયા ઓફ-ટેક ખાતે પાણી પુરવઠો તૌકતે વાવાઝોડાના કારણે બંધ થયેલ છે. જેની અવેજીમાં દ્રોણ હેડવકર્સ ખાતે ૦૨ ડી.જી. સેટ રાખી, દ્રોણ વીયરના ૦૨ કુવા થી કેસરીયા હેડવર્કસ પર પાણી લાવવામાં આવે છે. જયાંથી કેસરીયા હેડવર્કસ હેઠળના ગામોને પાણી પુરવઠો કાર્યરત કરવામાં આવેલ છે. જયારે ચીખલકુબા હેડવર્કસ પર રાવલ ડેમ ખાતે ૨૦૦ કે.વી.એ. તથા ૫૦૦ કે.વી.એ. ના ૦૨ ઝનરેટર સેટ રાખી પાણી લઇ, ઉના હેડવર્કસ પરના ગામોને પાણી પુરવઠો ચાલુ કરવામાં આવેલ છે. જયારે નગડીયા ઝોનના ગામોને પાણી પુરવઠો ટુંક સમયમાં ચાલુ કરવામાં આવશે. તા.૨૨ મે ના રોજ ઉના તથા ગીરગઢડા તાલુકાના ૫૯ ગામોને પાણી પુરવઠો પુરો પાડવામાં આવેલ છે. આ જુથ પાણી પુરવઠા યોજનાના હેડવકર્સ પર ૦૮ ઝનરેટર સેટ ચાલુ છે. જયારે ૦૨ ઝનરેટર સેટના ટેસ્ટીંગ થયેલ છે. જે ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે અને ૦૬ નવા ઝનરેટર સેટ અમદાવાદ ખાતે થી મંગાવવામાં આવેલ છે. જે આવ્યા બાદ ચાલુ કરી, યોજનાના મોટા ભાગના ગામોને પાણી પુરવઠો ચાલુ કરવાનુ આયોજન કરવામાં આવેલ છે. તેમ છતા પાઇપલાઇન દ્વારા પાણી પુરવઠો પુરો પાડી ન શકાય તેવા ગામોને પાણી પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવેલ છે. આમ ગીરસોમનાથ જિલ્લાના ખાનગી એજન્સી દ્વારા ટેન્કર ચાલુ કરી દેવામાં આવ્યા છે અને ઉના તાલુકામાં પણ ૧૫ ટેન્કર દ્વારા પાણી પુરુ પાડવામાં આવશે અને કોડીનારમા ચાલુ કરેલ ૧૫ ટેન્કર, તેમજ કોડીનારમાં વિજ પુરવઠો શરૂ થતા જરૂરીયાત મુજબ ઉના શીફટ કરી, બાકી રહેતા ગામોને ટેન્કર દ્વારા પાણી પુરવઠો પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં આંતરિક વ્યવસ્થા માટે દાતાઓ દ્વારા ઉના તથા ગીરગઢડા તાલુકાના કુલ -૧૨૦ ગામો વચ્ચે કુલ-૪૨ ઝનરેટર સેટ આપવામાં આવેલ છે. જે ઝનરેટર સેટ દ્વારા ૦૬ કલાક પ્રતિ ગામ દીઠ ઉપયોગ કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે તેમ ઇન.કાર્યપાલક ઇજનેરશ્રી જા.આ. બાંધકામ વિભાગ, વેરાવળની યાદીમાં જણાવાયું છે.




