મગજ , કરોડરજ્જુ – મણકાને લગતી તકલીફો માટે દર્દીઓને સમયસર અને સુરક્ષિત રીતે સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 31 જુલાઈ સુધી નિ : શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે , જેમાં જીસીએસ હોસ્પિટલના મગજ અને કરોડરજ્જુના નિષ્ણાત સુપર – સ્પેશીયાલીસ્ટ ડોકટરો દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન મળશે . આ નિઃશુલ્ક કેમ્પમાં ન્યુરો ફિઝિશિયન – ડો . લિમેશ વ્યાસ , ડો . જયદીપ માંગરોળીયા અને ડો.હર્ષ પટેલ ( પીડિયાટ્રિક ન્યુરો ફિઝિશિયન ) તેમજ ન્યુરો સર્જન ( બ્રેઈન અને સ્પાઇન ) – ડો.મંથન પટેલ , ડો.કુશલ શાહ , ડો.નિકુંજ ગોધાણી અને ડો . વર્ષેશ શાહ અને સ્પાઇન સર્જન ડો . જવલંત પટેલ અને ડો . સાગર શાહ દ્વારા દર્દીઓને માર્ગદર્શન મળશે . આ કેમ્પમાં મગજને લગતી તકલીફો જેવી કે પાર્કિન્સન્સ ( કંપવા ) , સ્ટ્રોક ( લકવો ) , નસ ફાટવી / બંધ થઈ જવી , અકસ્માત , ઈજા , ગાંઠ ( બ્રેઈન ટયુમર ) , અલઝાઈમર્સ , જન્મજાત ખોડખાંપણ , માથાનો તીવ્ર દુઃખાવો – માઈગ્રેન , ઍપિલેપ્સી ( આંચકી – ખેંચ – વાઈ ) , કમર અને ડોકનો દુખાવો , ચહેરા પર કરંટ જેવો દુખાવો , મગજનો ટી.બી. , મગજમાં પાણી ભરાવવું , મગજને લગતી અન્ય બીમારીઓ તેમજ કરોડરજ્જુને લગતી તકલીફો જેવી કે કમર અને ડોકનો દુખાવો , મણકાના ફેકચર , ગાદીમાં ઘસારો , ગાદી ખસી જવી , ગાંઠ ( સ્પાઈનલ કોર્ડ ટ્યુમર ) , જન્મજાત ખોડખાંપણ – ઈજા – ગાંઠ , હાથપગમાં આવતી કમજોરી , ઝણઝણાટી , કરોડરજ્જુનો ટી.બી. અને કરોડરજ્જુને લગતી અન્ય બીમારીઓ વિષે માર્ગદર્શન મળશે . આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 93135 67107 / 9228102019 પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે . જીસીએસ હોસ્પિટલમાં બધી જ જનરલ અને સુપર – સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમત રીતે ઉપલબ્ધ છે . જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત ( પ્રિ – એન્ટ્રી લેવલ ) 1000 – બેડની હોસ્પિટલ છે . શ્રેષ્ઠ તબીબી કુશળતા , અલ્હા – મોડર્ન ઇન્ફાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે , જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે

