ગુરુ બિન જ્ઞાન ન ઉપજે , ગુરુ બિન મિટે ના ભેદ
ગુરુ બિન સંશય ના મિટે , ભલે વાંચો ચારો વેદ
આજરોજ ગુરુપૂર્ણિમાના તમામ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી મહામંત્રી તેમજ સરપંચ હરિરામભાઈ રતિલાલભાઈ સાવંત ની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના અંતર્ગત આશ્રમ વિદ્યાલય શાળાના શિક્ષકગણ નું સન્માન,શિક્ષક ગણ સાથે મળીને વૃક્ષારોપણ,દડકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના,મંદિરના પૂજારીનું સન્માન ના કાર્યક્રમો ઉત્સાહભેર જોવામાં આવ્યાં હતાં
કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય જનતા પાર્ટી ના ઉપપ્રમુખ ગિરિશભાઇ મોદી,આહવા મંડળના મહામંત્રી સતીષભાઇ,અનુસૂચિત મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ,સભ્ય ધર્મેશભાઈ,તથા યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં
કાર્યક્રમનું સફળ આયોજન આહવા તાલુકા યુવા મોરચા પ્રમુખ જિગરભાઈ અને મહામંત્રીશ્રી અમરદીપભાઈ દ્વારા કરવામાં આવ્યુ હતુ


