પહેલી ડિસેમ્બર ને વિશ્વ એઇડ્સ અવરનેસ દિવસ તરીકે ઉજવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગુજરાત એઇડ્સ અવરનેસ એન્ડ પ્રિવેન્સન યુનિટ- ગેપ સંસ્થા દ્વારા આજના દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં વિશ્વ એઇડ્સ દિન નિમિતે શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. રેલીને જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં હેલ્થ વર્કરો અને નર્સિંગ ના વિદ્યાર્થીઓ વિવિધ પ્લેકાર્ડ્સ અને બેનર સાથે જોડાયા હતા..આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એઇડ્સ વિશે લોકોમાં જાગૃતિ અને એઇડ્સ જેવા ગંભીર રોગ થી કેવી રીતે બચી શકાય તે માટે નો હતો.સાથે જ જીવલેણ એઇડ્સથી મોતને ભેટેલા વ્યક્તિઓ માટે શહેરના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે મીણબત્તી સળગાવી શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


