વિરમગામ તાલુકામાં 181 ટીબીના દર્દીઓને અમુલ પ્રો પાવડરનું વિતરણ કરવામાં આવ્યું

ટીબીના દર્દીઓને આરોગ્ય શિક્ષણ આપી પોષણયુક્ત આહાર મળી રહે તે માટે અમુલ પ્રો પાવડર આપવામાં આવ્યો

અમદાવાદ જીલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેશ પરમાર અને જીલ્લા ક્ષય અધિકારી ડૉ.કાર્તિક શાહના માર્ગદર્શન મુજબ જિલ્લા પંચાયત અમદાવાદ અને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી – ટીબી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે વિરમગામ તાલુકાના વિવિધ ગામના કુલ 181 દર્દીઓને અમુલ પ્રો પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ ખાતે આયોજીત કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, આયુષ મેડીકલ ઓફિસર ડો.હેતા પટેલ, ટીબી સુપરવાઇઝર પ્રકાશ પટેલ, જયેશ દસાડીયા, ડો.નિતીન સોલંકીના હસ્તે ટીબીના દર્દીઓને અમુલ પ્રો પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત દર્દીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ હતુ.

સમાચાર