
લક્ષ્મી વિલાસ બેન્કમાંથી ગ્રાહકો ફક્ત ૨૫ હજાર નીકાળી શકશે આરબીઆઇએ ૨૪ કલાકમાં મહારાષ્ટ્રની બે બેન્કો પર પ્રતિબંધ લાદ્યો મહારાષ્ટ્રમાં આવેલ મંતા અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર આરબીઆઇએ પ્રતિબંધ લાદ્યો ભારતીય રિઝર્વ બેન્કએ લક્ષ્મી વિલાસ બાદ વધુ એક બેન્ક પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મંતા અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર લગાવ્યો છે. આરબીઆઇ અનુસાર તેને આ બેન્કને કેટલાક આદેશ આપ્યા હતા, જે ૧૭ નવેમ્બર ૨૦૨૦માં બેન્ક બંધ થયા બાદથી છ મહિના સુધી પ્રભાવી થશે.
આ આદેશ અનુસાર, આ બેન્ક આરબીઆઇની પરવાનગી વગર કોઇ દેવુ અથવા ઉધાર નહી આપી શકે અને ના તો પુરા દેવાનું નવીનીકરણ અથવા કોઇ રોકાણ કરી શકશે. બેન્ક પર નવી જમા રકમ સ્વીકાર કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તે કોઇ ચુકવણી પણ નથી કરી શકતુ અને ના તો ચુકવણી કરવા કોઇ સમજૂતી કરી શકશે. જાેકે, આરબીઆઇએ પ્રતિબંધનો આધાર નથી ગણાવ્યો.મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં રિઝર્વ બેન્કને પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક (પીએમસી)માં થઇ રહેલા કૌભાંડની ખબર પડી હતી. આ કૌભાંડ સામે આવતા જ આરબીઆઇએ બેન્ક પર પ્રતિબંધ લગાવી દીધો હતો. બેન્કને સંકટથી બચાવવા માટે આરબીઆઇએ ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૯માં પૈસા કાઢવા પર એક સીમા અથવા મોરેટોરિયમ લગાવી દીધો હતો.આ પહેલા નાણાકીય સંકટમાંથી પસાર થઇ રહેલી ખાનગી ક્ષેત્રની લક્ષ્મી વિલાસ બેન્ક પર એક મહિના સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં બેન્કનો કોઇ ખાતાધારક વધુમાં વધુ ૨૫,૦૦૦ રૂપિયા સુધી પૈસા ઉપાડી શકશે. બેન્કની ખરાબ નાણાકીય હાલતને જાેતા આ પગલુ ભરવામાં આવ્યુ છે. ભારતીય રિઝર્વ બેન્કે એક નિવેદનમાં કહ્યુ કે બેન્ક તરફથી વિશ્વસનીય પુનરોદ્વાર યોજના રજૂ ના કરવાની સ્થિતિમાં જમા ધારકોના હિતમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. સાથે જ બેન્કિંગ અને નાણાકીય વિસ્તારની સ્થિરતાના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે.કેન્દ્રીય બેન્કે કહ્યુ કે આ સિવાય કોઇ વિકલ્પ બાકી નહતો. માટે બેન્કિંગ નિયમન અધિનિયમ ૧૯૪૯ની કલમ ૪૫ હેઠળ કેન્દ્ર સરકારે ખાનગી વિસ્તારની બેન્ક પર પ્રતિબંધ લગાવ્યો છે. યસ બેન્ક બાદ આ વર્ષે મુશ્કેલીમાં ફસાયેલી લક્ષ્મી વિલાસ બેન્ક ખાનગી વિસ્તારની બીજી મોટી બેન્ક બની ગઇ છે.
