
ગુનાહિત ઈતિહાસ ધરાવતા નેતાઓને મળી મોટી રાહત કલંકિત સાંસદો અને ધારાસભ્યોની ચૂંટણી રદ્દ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર દેશની સર્વોચ્ચ અદાલતે સોમવારે એક અરજી પર સુનાવણી બાદ ધારાસભ્યો અને સાંસદોની સદસ્યતા રદ્દ જાહેર કરવા માટે કેન્દ્ર સરકારને કોઈ પણ પ્રકારનો આદેશ આપવાનો ઈન્કાર કરી દીધો છે.આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, એવા સાંસદો અને ધારાસભ્યોની ચૂંટણી રદ્દ કરી દેવામાં આવે, જેમના વિરુદ્ધ ગંભીર ગુનાઓ મામલે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. આ મામલે એનજીઓ લોકપ્રહરીની અરજી પર સુપ્રીમ કોર્ટે આદેશ આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, આ કામ સંસદનું છે.જસ્ટિસ એલ નાગેશ્વર રાવની આગેવાની ધરાવતી પીઠે આ મામલે દાખલ અરજી પર સુનાવણીનો ઈન્કાર કરતાં કહ્યું કે, આ કામ સંસદનું છે. અમે પાર્લામેન્ટના જે અધિકારો છે, તેમાં દખલ નથી આપવા માંગતા.સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં અરજકર્તાએ કહ્યું હતું કે, રાજનીતિમાં ગુનાખોરી ખતમ કરવી જાેઈએ. એવા સાંસદો અને ધારાસભ્યોની ચૂંટણી રદ્દ કરવી જાેઈએ, જેમના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને તેમને ૫ વર્ષ કે તેથી વધુની સજાની જાેગવાઈ હોય.
