યુનાઇટેડ નેશન: વરિષ્ઠ રાજનાયિક રુચિરા કંબોજ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ બનશે, તિરુમૂર્તિનું સ્થાન લેશે

વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે રુચિરા કંબોજ હવે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિની જવાબદારી સંભાળશે. તે યુએનમાં ભારતના વર્તમાન સ્થાયી પ્રતિનિધિ ટી.એસ.તિરુમૂર્તિનું સ્થાન લેશે. રૂચિરા કંબોજ ભારતીય વિદેશ સેવા (IFS)ની 1987 બેચની અધિકારી છે.

હાલમાં રૂચિરા ભૂટાનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે. આ પહેલા તેમણે દક્ષિણ આફ્રિકામાં ભારતના હાઈ કમિશનર અને યુનેસ્કોમાં ભારતના એમ્બેસેડર તેમજ સ્થાયી પ્રતિનિધિ તરીકે સેવા આપી છે. રૂચિરા ભૂટાનમાં ભારતની પ્રથમ મહિલા રાજદૂત છે.

કારકિર્દીની શરૂઆત ફ્રાન્સમાં થઈ હતી

રૂચિરા કંબોજની કારકિર્દી ફ્રાન્સમાં ત્રીજા સચિવ તરીકે શરૂ થઈ હતી. આ સમય દરમિયાન તેમણે ફ્રેન્ચ ભાષા શીખી અને ટૂંક સમયમાં જ ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરીનું પદ સંભાળ્યુ હતું.આ પછી , તેમણે વિદેશ મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી તરીકે પશ્ચિમ યુરોપ વિભાગના કામની દેખરેખ રાખી. આ પછી રુચિરા ફર્સ્ટ સેક્રેટરી (ઈકોનોમી એન્ડ કોમર્શિયલ) તરીકે મોરેશિયસ પહોંચી. આ પછી તે વિદેશ મંત્રાલયમાં અનેક મહત્વના હોદ્દા પર રહી ચૂકી છે.

તેવામાં ભારત દ્વારા તેમને વધુ એક મહત્વની જવાબદારી આપી અને યુનાઈટેડ નેશનમાં સ્થાઈ પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી છે.

બ્રેકીંગ ન્યૂઝ