ગતિશીલ ગુજરાતનો વિકાસ ગામની મુખ્ય શેરીએ ચડ્યો ગંદુ પાણી તેમજ કાંટાળા બાવળ રોડ વચ્ચે ઉગતા ગામ લોકોમાં ભારે રોષ

ગતિશીલ ગુજરાતનો વિકાસ ગામની મુખ્ય શેરીએ ચડ્યો ગંદુ પાણી તેમજ કાંટાળા બાવળ રોડ વચ્ચે ઉગતા ગામ લોકોમાં ભારે રોષ.. મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે તંત્રની લોલમ લોલ ગામની શેરીયુ વચ્ચે ઉગ્યા કાંટાળા બાવળ સાથે રોડે ચડ્યું ગંદુ પાણી વહેતી વિકાસની ગંગાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે. કામના નિકાલ માટે ચૂંટાયેલા સભ્યોને પૂછો તો ગલ્લા તલ્લા કરી વાયદાઓ આપ્યા કરે છે. અને હાલ ચોમાસુ ચાલુ થતા રાહદારીઓને વધુ હેરાન ગતિ થવા લાગી છે. ત્યારે ગામના લોકો દ્વારા વેહલી તકે નિવારણ લાવવા રજુઆત કરી છે. જો સ્વચ્છતા માટે સરકાર સમગ્ર દેશમાં “સ્વચ્છ ભારત અભિયાન” ચલાવી દેશના વડાપ્રધાનના સપનાને સાકાર કરવા આટલી મહેનત કરી સ્વચ્છ ભારત સાથે મારૂ ગામ સ્વચ્છ ગામના સુત્રો સાર્થક કરવા મોટી મોટી ગ્રાંટ ફળવતી હોય છે. પણ બાબુઓ ના પેટમાં પાણી ન હલતા હોય તેવી બીલા ગામની મુખ્ય શેરીયુ થઈ ગઈ છે. હવે જો તંત્ર દ્વારા આવા અનહદ પ્રશ્નોનું નિવારણ નહીં લાવે તો સમસ્ત ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયત ઓફીસે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશું તેવી ચીમકી બીલા ગામ લોકો દ્વારા કરવામાં આવી છે.

બ્રેકીંગ ન્યૂઝ