
કોરોના વિસ્ફોટઃ સોલા હોસ્પીટલમાં માત્ર ૧૨૦ બેડ બાકી, એક પણ આઈસીયુ ખાલી નહિ
દિવાળીના તહેવાર અંતર્ગત અમદાવાદીઓએ ભારે છૂટ છાટ લીધી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં મહામારીનો કાળો પંજાે વધુ વકર્યો છે. ત્યારે બીજી તરફ ૧૫ તારીખ દિવાળીના રોજ ૪૫૦ અને ૧૬ તારીખ બેસતા વર્ષના રોજ ૪૨૯ કોવિડને લગતી ફરિયાદના કોલ ૧૦૮ ઈમરજન્સી સેવાને મળ્યા છે. તો ૧૭ તારીખના રોજ પણ ૪૦૦ થી વધુ કોવિડ માટેની ફરિયાદના કોલ્સ ૧૦૮ ને મળ્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરની સોલા સિવિલમાં પણ જીવલેણ કોરોના વાયરસના દર્દીઓનો ધસારો વધ્યો છે.નોઁધપાત્ર છે કે સોલા સિવિલમાં માત્રને માત્ર ૧૨૦ બેડ ખાલી છે. આઈસીયુના તમામ વોર્ડ સંપર્ણ પણે કહેર વધ્યો છે. જેના પરથી સાબિત થાય છે કે હજુ પણ કોરોના સંક્રમણ યથાવત છે અને લોકોએ બચીને રહેવાની તાતી જરૂર છે. સાથે સાથે રાજ્યભરની અન્ય ઈમરજન્સીમાં પણ વિશેષ વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં ૧૧૦૭૯ જેટલા અન્ય ઇમર્જેન્સી પણ નોંધાઈ. જે સામાન્ય દિવસો કરતા ૩૦.૪૯ ટકા વધુ છે. તો બીજી તરફ રોડ અકસ્માતના કેસોમાં પણ નોંધપાત્ર ૧૫૧ ટકાનો વધારો નોંધાયો છે. દિવાળીના દિવસોમાં રાજ્યમાં ૮૪૧ રોડ અકસ્માત કેસ નોંધાયા જે સામાન્ય દિવસોમાં એવરેજ ૩૩૫ હોય છે.અમદાવાદમાં કોરોનાના કેસના બિહામણા આંકડા સામે આવી રહ્યા છે.રાજ્યભરમાં જ્યારે કોરોના પીક પર હતોપ તે એપ્રીલ-મે મહિનામાં પણ જેટલા કેસ એક દિવસમાં સિવિલમાં નહોતો નોંધાતા, એના કરતા વધુ સિવિલ હોસ્પિટલમાં બેસતા વરસના બીજા દિવસે એટલે કે મંગળવારે રેકોર્ડબ્રેક ૧૧ર કોરોનાના કેસ આવ્યા છે. નવા આવેલા ૧૧ર કેસમાંથી મોટા ભાગના દર્દીઓ ક્રિટિકલ છે. સિવિલ હોસ્પિટલમાં તબીબોમાં પણ દોડધામ મચી છે.
