અમદાવાદમાં ચેન સ્નેચિંગમાં થવા લાગ્યો માસ્કનો દૂરઉપયોગ કોરોના વાયરસ હાલ સમગ્ર દેશમાં કહેર વર્તાવી રહ્યો છે. જેના કારણે હવે હોસ્પિટલો પણ ફૂલ થવાના આરે છે. સરકાર દ્વારા મહામારીના સમયમાં હાલ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેવામાં ગુનેગારો પણ આ બાબતનો લાભ ઉઠાવવા લાગ્યા છે. અમદાવાદ શહેરમાં તહેવારોમાં લોકો ઘરેથી બહાર જાય ત્યારે ગુનેગારો મોંઢા પર માસ્ક કે રૂમાલ બાંધીને આવે છે. પહેલા તો ગુનેગારો સામાન્ય વ્યક્તિની જેમ વાહન ચલાવીને પોતાના ટાર્ગેટ નજીક આવે છે અને પળવારમાં સોનાના કિંમતી દાગીનાની ચિલઝડપ કરી રફૂચક્કર થઈ જતાં હતાં.જ્યારે હાલના તબકકે ગુનેગારોએ મોંઢા પર માસ્ક પહેરેલો હોય કે રૂમાલ બાંધેલો હોય છે એટલે તેમને ઓળખી શકતા નથી. આવા બે બનાવ શહેરમાં બન્યા છે જેના આરોપીઓ હજી સુધી પોલીસ પકડમાં આવ્યા નથી. અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાં એક મહિલા તેના ભાઈના ઘરે ભાઈબીજ કરીને પોતાના પરિવાર સાથે એક્ટિવ પર ઘરે જઈ રહી હતી. તેઓ રસ્તા પર પસાર થઈ રહયા હતા એટલામાં એક બાઇક તેમની એક્ટિવા નજીકથી પસાર થયું હતું.અને બાઇક સવારે મહિલાએ ગળામાં પહેરેલી કિંમતી સોનાના દગીનાં ખેંચી ફરાર થઈ ગયા હતા..પરંતુ આ બધું એટલું ઝડપથી થયુ કે તેઓ કઈ સમજી શક્યા નહિ અને બાઈક સવારે તેનું મોઢું રૂમાલ જેવી વસ્તુથી ઢાંકયું હતું એટલે તેની ઓળખ થઈ શકી નહીં જેથી ગનેગારો હજી પોલીસની પકડમાં આવી શક્યાં નથી
