અમદાવાદમાં કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનનો જવાનની કારમાંથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂ

ગુજરાતમાં દારૂબંધી છે. જો કે તે નામ માત્રની છે. રાજ્યમાંથી અવાર-નવાર દારૂનો જથ્થો પકડાતો હોય છે. ઘણી જગ્યાએ તો પોલીસ દ્વારા દારૂ પાર્ટીમાં રેડ પાડવામાં આવે છે. જો કે આ પોલીસ જ દારૂની ખેપ મારતી થઈ જાય તો શું થાય? ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં દારૂ બેફામ વેચાંઈ રહ્યો છે. અને બેફામ પણ પીવાઈ રહ્યો છે. ત્યારે  અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા પોલીસ કર્મીની કારમાંથી વિદેશી દારૂની 262 બોટલ ઝડપાઇ છે. પોલીસે આઠ લાખના મુદ્દામાલ સાથે જવાનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.બનાસકાંઠાના અંબાજી પાસે રેલવે પોલીસ જવાન વિદેશી દારૂની 262 બોટલ સાથે ઝડપાયો છે. આબુરોડથી અંબાજી તરફ આવી રહેલી કારની અંબાજી-છાપરી બોર્ડર પાસે પોલીસ ચેકિંગ કરતી હતી. આ સમયે અમદાવાદના કાલુપર રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીની કારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ. ત્યારે તેની પાસેથી 262 વિદેશી દારૂની બોટલ મળી હતી. અંબાજી પોલીસે દારૂ, કાર સહિત આઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે કાલુપુર રેલ્વે પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની કારમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે આઠ લાખના મુદ્દામાલ સાથે જવાનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. 

સમાચાર