
લોકડાઉનને લઇ સરકાર અને એએમસીની સ્પષ્ટતાઃ અમદાવાદમાં ફરીથી લોકડાઉન માત્ર અફવા અમદાવાદમાં ફરી લોકડાઉન લાદવાની વાતને ગુજરાતના અધિક મુખ્ય સચિવ અને મ્યુનિસિપલ કોર્પોરેશ પાયાવિહોણી અફવા ગણાવી છે. સાથે ખોટી અફવાઓમાં ન દોરાવવા લોકોને અપીલ કરી છે. એએમસીની આજ રોજ મળેલી બેઠકમાં શહેરમાં કોરોના સંક્રમણ વધવા અંગેના તારણો કાઢવામાં આવ્યા હતા. જેમાં નિયમોનું પાલન નહીં કરવા અને બહાર ગામથી સગાવહાલાઓને મળવા આવતા લોકોના ઘસારાનું કારણ કહેવાયું છે. શહેરમાં દિવાળીના તહેવારમાં કોરોના કેસો માં વધારો જાેવા મળી રહ્યો છે. તહેવારમાં લોકો એક બીજા ના ઘરે જાય છે તેમજ માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરતા નથી જેને કારણે કેસોમાં અચાનક વધારો જાેવા મળી રહ્યો છે જે જાેખમી છે. કોરોનાનાં વધી રહેલા કેસોને લઈને સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક યોજી હતી.મિટિંગમાં એસીએસ રાજીવ ગુપ્તા, કમિશ્નર મુકેશ કુમાર તેમજ અલગ અલગ ઝોનના ડેપ્યુટી કમિશનર હજાર રહ્યા હતા.ડો. રાજીવ ગુપ્તાએ શહેના લોકોને લોકડાઉનની વાતો પર ધ્યાન ન આપવાની અપીલ કરતા કહ્યું કે શહેર અને સરકારી તંત્ર કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. અમદાવાદમાં ખાનગી અને પ્રાઇવેટ હોસ્પિટલ મળીને ૭૨૮૮ હોસ્પિટલો ઉપલબ્ધ છે. જેમાં હાલ ૪૦% બેડ ખાલી છે. શહેરમાં ૯૦૦ મોબાઇલ મેડિકલ વાન કાર્યરત છે. શહેરમાં ૨૫૦૦૦ જેટલા મેડિકલ પેરામેડિકલ કોરોના વોરિયર્સ દિવસ-રાત કામ કરી રહ્યા છે. કોરોના કેસોનુ ઝડપથી નિદાન કરી શકાય તે માટે ૨૦૦ જગ્યા પર વિનામૂલ્યે ટેસ્ટિંગ સુવિધા ચાલી રહી છે. તેમજ ૩૦૦૦ સર્વેલન્સ ટીમ દ્વારા સતત શહેરમાં લોકોના ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં કોરોના ની સારવાર માટે હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો છે જેમાં કુલ મળીને ૭૨૮૮ હોસ્પિટલ ઉપલબ્ધ છે તે પૈકીની હાલમાં ૨૮૪૮ પથારીઓ ખાલી છેહાલમાં કોરોના ના દર્દીઓ માટે સરકારી હોસ્પિટલોમાં ૨૩૪૭ અને ખાનગી હોસ્પિટલમાં ૫૦૧ બેડ ખાલી છે. કોરોના સંક્રમણ ઘટાડવા તેમજ ઝડપથી સુવિધા મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ મોબાઇલ મેડિકલ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત શહેરમાં કોરોના ની સારવાર માટે ૯૦૦ જેટલી મોબાઈલ મેડિકલમાં કાર્યરત્ છે. જેમાંથી ૫૫૦ કોરોના સંજીવની ઘર સેવા માટે ૧૫૦ ધનવંતરી મોબાઇલ મેડિકલ સુવિધા માટે ૧૦૦ વાન ૧૦૪ ફીવર હેલ્પ લાઈન માટે તથા ૧૦૦ મેડિકલ વાન વડીલ સેવા સુખાકારી માટે વપરાય છે.
