
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આગામી બે દિવસ બાદ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રામાં હંમેશા મંગળા આરતીમાં અમિત શાહ અચૂકથી હાજરી આપતા હોય છે. આવતી કાલે અમિત શાહ ગુજરાત આવી પહોંચશે.
અમિત શાહ અમદાવાદમાં કાલે પોતાના નિવાસ સ્થાને જ રાત્રિ રોકાણ કરશે ત્યાર બાદ બીજા દિવસે 1 જુલાઈના રોજ રથયાત્રાની મંગળા આરતીમાં સવારે 4 વાગે ઉપસ્થિતિ રહેશે. જગન્નાથજીની રથયાત્રામાં થતી મંગળા આરતીમાં તેમનો પરીવાર પણ આવે તેવી શક્યતાઓ છે.
ત્યાર બાદ તેમના મત ક્ષેત્રની અંદર વિવિધ કાર્યક્રમો અમિત શાહના યોજવામાં આવશે. કલોલમાં સ્વામિનારાયણ યુનિવર્સિટી, સ્વામિનારાયણ હોસ્પિટલનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવશે.
ત્યાર બાદ તેમનો રુપાલ ગામની અંદર પણ કાર્યક્રમ યોજાશે. કેન્દ્રિય ગૃહમંત્રીની રજતતુલા રુપાલ ગામમાં થશે પ્રથમ વખત તેમની અહીં રજત તુલા થશે. ગાંધીનગર લોકસભામાં તળાવનું ભૂમિપૂજન પણ કરશે. ગાંધીનગર લોકસભાના કાર્યક્રમ ઉપરાંત અમદાવાદ પાસે પણ તેમનો અન્ય કાર્યક્રમ થશે. અમદાવાદના કેટલાક વિસ્તારોની તેઓ મુલાકાત લે તેવી શક્યતાઓ છે. આમ અમિત શાહના આ પ્રકારના કાર્યક્રમોે યોજવામાં આવશે.
