અંબાજી મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

તા.૧ જુલાઇ, અષાઢ સુદ-૨ (બીજ) રથયાત્રા શુક્રવારથી અંબાજી મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ની યાદી માં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્ત ના સમય માં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજી માં યાત્રાળુઓ ની સગવડતા ખાતર અષાઢ સુદ-૨ (બીજ) રથયાત્રા શુક્રવાર ને તારીખ ૦૧/૦૭/૨૦૨૨ થી આરતી તથા દર્શન નો સમય નીચે મુજબ રહેશે.

આરતી સવારે- ૦૭ : ૩૦ થી ૦૮:૦૦ સુધી દર્શન સવારે- ૦૮:૦૦ થી ૧૧:૩૦ સુધી મંદિર મંગળ- ૧૧:૩૦ થી ૧૨:૦૦ સુધી રાજભોગ આરતી-૧૨ : ૦૦ થી ૧૨ : ૩૦ સુધી, દર્શન બપોરે- ૧૨ : ૩૦ થી ૧૬ : ૩૦ સુધી, મંદિર મંગળ- ૧૬: ૩૦ થી ૧૯ : ૦૦ સુધી,

આરતી સાંજે- ૧૯ : ૦૦ થી ૧૯ : ૩૦ સુધી, દર્શન સાંજે- ૧૯ : ૩૦ થી ૨૧ : ૦૦ સુધી, જેની જાહેર જનતા એ નોંધ લેવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી ના વહીવટ દાર અને નાયબ કલેકટર શ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે….અંબાજી મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

સમાચાર