
લીમડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ રણજીત ડામોરે પહેલી પત્નિ હોવા છતાં બીજી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા ને તેની સાથે ખાનગીમાં લગ્ન પણ કરી લીધાં હતાં. આ સંબંધોના કારણે બીજી પત્ની પ્રેગનન્ટ થતાં ડામોર તેની પ્રસુતિ કરાવવાં લાવતાં દાહોદ શહેરની હોસ્પિટલમાં લાવ્યા હતા. ડામોરની પહેલી પત્નિને પતિનું વર્તન શંકાસ્પદ લાગતાં પહેલી પત્ની તથા તેમની દિકરીએ ડામોરનો પીછો કરતાં પતિના કરતૂતવી ખભર પડતાં હોસ્પિટલમાં તકરાર અને ઝપાઝપી થઈ હતી.
પીએસઆઈ ડામોરે પહેલી પત્નીને માર મારતાં હોબાળો મચી ગયો હતો. આ અંગે ડામોરની પહેલી પત્નીએ પતિ તથા બીજી પત્નીની માતા સામે દાહોદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. લીમડી પોલીસ મથકમાં ફરજ બજાવતાં પીએસઆઈ રણજીતસિંહ દેવચંદભાઈ ડામોરના લગ્ન ચૌદ વર્ષ અગાઉ કરૂણાબેન સાથે થયા હતા. આ દંપતીને સંતાનમાં એક પુત્રી છે. ૧૬ નવેમ્બરે રોજ કરૂણાબેન તથા તેમની પુત્રી દાહોદ બજારમાં કોઈ કામ માટે આવ્યા હતા.
પુત્રીએ પિતા રણજીતસિંહ ડામોરને કારમાં જતા જાેઈને તેમનો પીછો કર્યો હતો. રણજીતસિંહ ડામોરે પોતાની કાર દાહોદમાં આવીલ વુમન પડવાલ હોસ્પિટલના પટાંગણમાં ઉભી રાખતાં તેઓ હોસ્પિટલમાં પાછળ પાછળ ગયા હતા. હોસ્પિટલમાં અંદર જતાં કરૂણાબેન અને તેમની પુત્રીને ખબર પડી કે, પી.એસ.આઈ. રણજીતસિંહ ડામોર પોતાની બીજી પત્ની કાજલબેનને આ હોસ્પિટલમાં પ્રસુતિ માટે લાવ્યા છે.
