
સુરતમાં રાત્રે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગરામપુરામાં એક યુવકની બે ભાઈએ ચપ્પુના ૨૫ ઘા અને સળિયા મારીને હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી હતી. હત્યા જૂની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં તો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે એમડી ડ્રગ્સનો નશો કરીને તેની ઇરાદાપૂર્વક હત્યા કરવામાં આવી છે. સુરતના સગરામપુરા લોહાર મહોલ્લામાં આલિશાન મંઝિલ નામની ઈમારતમાં ૩૯ વર્ષીય સાજિદ રહેમાન શેખ પરિવાર સાથે રહેતો હતો, જેની આજ વિસ્તારમાં રહેતા મહંમદ ઈરફાન શેખ અને મહંમદ સાજિદ શેખ નામના બે ભાઈએ ચપ્પુના ઘા અને સળિયા મારીને હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી હતી. જેની હત્યા થઈ છે એ સાજિદ રહેમાન શેખ સાથે અગાઉ એકાદ વર્ષ પહેલાં આરોપીઓની બબાલ થઈ હતી અને ત્યારે મરનાર સાજિદ રહેમાન શેખ આરોપી હતો. દરમિયાન આરોપી મહંમદ ઈરફાન શેખ અને તેના ભાઈ મહંમદ સાજિદ શેખ સગરામપુરા સ્થિત તલાવડી ખાતે પોતાની ચાની દુકાનમાં હતા. ત્યારે સામે ઊભેલા સાજિદ રહેમાન શેખને અમારી સામે શા માટે જાેયા કરે છે એમ કહી ઝઘડો કર્યો હતો અને ચપ્પુ અને સળિયાના ઘા મારી હત્યા કરી નાખી હતી. રાત્રે પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. ૧૦ મહિના અગાઉની અદાવતમાં આ હત્યા કરવામાં આવી છે. એમડી ડ્રગ્સનો નશો કરીને તેની ઇરાદાપૂર્વક હત્યા કરવામાં આવી છે. ૨૫ જેટલા ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી કબજે કર્યા છે, જેમાં બે લોકો દેખાતા હોવાનું જાણવા મળ્યું છે. ૧૦ મહિના અગાઉથી રૂપિયાની માગ કરવામાં આવતી હતી. રાત્રે મને ફોનમાં માહિતી મળી હતી. જેથી હું આ ઘટનાસ્થળે પહેલા પહોંચ્યો, જ્યા હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
