
નવસારી ટાઉન વિસ્તારમાં ધોળા દીવસે ચપ્પુના ઘા મારી થયેલ ચક્ચારી હત્યાનો કેસ સુરતથી ઉકેલાયો છે. હત્યા કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયા છે.જૂની મિલકતના ઝગડામાં નવસારીમાં યુવકની સોપારી આપી હત્યા કરી દેવામાં આવી હતી.સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યા કરનાર અને સોપારી આપનાર સહિત ૫ની ધરપકડ વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાહીદઅલી લીયાકતઅલી સૈયદનાઓનુ વાઈટ કલરની એક્ટીવા ઉપર આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.ત્યારે આ બનાવ ને પગલે ગ્રામ્ય પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગ્રામ્ય પોલીસ અને સુરત સીટી પોલીસ સંયુક્ત રીતે આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી તે દરમિયાન સુરત પોલીસને બાતમી મળી હતી કે હત્યા કરનાર આરોપીઓ ચોકબજાર નાણાવટમાં રહેતો મોહમદ સાદીક ઉર્ફે ગુડુ ઉર્ફે મલબારીએ તેના ત્રણ માણસોને નવસારી મોકલી નવસારી ટાઉન વિસ્તારમાં સાહીદઅલી નામના ઇસમને ચપ્પુના ઘા મારી હત્યા કરેલ છે.તેઓ મુગલીસરા નજીક ઉભા છે જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રેડ કરીને આરોપીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી મોહમદ સાદિક ઉર્ફે ગુડુ ઉર્ફે મલબારી લોખંડવાલા ,મોહમદ અલફાઝ ઉર્ફે પપ્પુ ઉર્ફે જેક મોહમદ રફીક,ગુલામદસ્તગીર અલ્લાબક્ષ શેખ,અસદ ઉર્ફે અલ્તમસ સૈયદ,જાફરશા સદરુદ્દીન દરગાહવાલાની ધરપકડ કરીને તેમની પાસેથી રોકડ બે લાખ રૂપિયા કબ્જે લીધા છે.
આ પકડાયેલ આરોપી પૂછપરછ કરતા કબૂલાત કરી હતીકે આરોપી મોહમદ સાદિક ઉર્ફે ગુડુ ઉર્ફે મલબારી સાથે જૂની મિલકતને લઈ ઘણા સમયથી તકરાર ચાલતી હતી. જેથી પકડાયેલ આરોપીઓને મોહમદ મલબારીએ તેના માણસોને ૫ લાખ રૂપિયામાં સોપારી આપીને હત્યા કરાવી હોવાની કબૂલાત કરી હતી. બિલ્ડર જાફરશાએ બે મહિના પહેલા સાહીદઅલીની સોપારીનો પ્લાન કર્યો હતો. બે મહિના પહેલા બિલ્ડરે ૧.૮૦ લાખની રકમ મોહંમદ મલબારીને આપી હતી. સાહીદઅલીની હત્યા કર્યા પછી ગુરુવારે ૨ લાખની રકમ આપી હતી. મોહંમદ મલબારી એક હત્યારાને ૫૦ હજારની રકમ આપવાનું નક્કી કરી ત્રણ હત્યારાઓને ૧.૫૦ લાખની રકમ આપી બાકીના પોતે રાખવાનો હતો. સાહીદઅલી તેના પર હુમલો કરાવી શકે છે. એવા ડરને કારણે જાફરશાએ મોહંમદ સાદીક મલબારી અને મોહંમદ અલફાઝ નવસારી કોર્ટની મુદ્ત વખતે આવતા મુલાકાત કરી હતી.મલબારીએ અગાઉ ફારૂકની સોપારી લઈ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં નવસારી ટાઉન પોલીસે બન્ને બદમાશોની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા. જેમાં કોર્ટમાં બન્ને મુદત પર આવતા હતા. ઉપરાંત મોહંમદ સાદીક ઉર્ફે મલબારી પર મહિધરપુરામાં હીરાની લૂંટ કેસમાં પકડાયો હતો. જયારે મોહંમદ અલફાઝ ચોકબજારમાં મારામારીમાં પકડાયો હતો.
