સુરતમાં એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં ૩૦ મિનિટ ફસાયેલી રહી મહિલા, ફાયર વિભાગે દરવાજાે તોડી કાઢી બહાર


સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં એક મહિલા ફસાઈ ગઈ હતી. વહેલી સવારે મહિલા લિફ્ટમાંથી ઉતરી રહ્યા હતા. દરમિયાન એપાર્ટમેન્ટના ત્રીજા માળે લિફ્ટ બંધ થઈ ગઈ હતી. જેને લઇ મહિલા ફસાઈ જતા બૂમાબૂમ કરી હતી. ઘટનાની જાણ કરાતા ફાયરના જવાનો દ્વારા લિફ્ટનો દરવાજાે તોડી મહિલાને હેમખેમ બહાર કાઢી હતી. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ પાંચ માળના સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં સવારે અચાનક જ લિફ્ટ બંધ થઈ ગઈ હતી. અને તેમાં ૩૬ વર્ષીય મહિલા ફસાઈ ગઈ હતી. પાંચ માળના સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા ૩૬ વર્ષીય સોનલબેન ટેલર સવારે કામ અર્થે લિફ્ટમાં નીચે જઈ રહ્યા હતા. દરમિયાન લિફ્ટ ત્રીજા માળે પહોંચી અને અચાનક જ પાવર ચાલ્યો જતા લિફ્ટ બંધ થઈ ગઈ હતી. જેને લઇ સોનલબેન ગભરાઈ ગયા હતા અને લિફ્ટમાં બૂમાબૂમ કરી હતી. સોનલબેનની બૂમાબૂમને કારણે સવારે બિલ્ડીંગના રહીશો ભેગા થઈ ગયા હતા. સોનલબેનને બહાર કાઢવા લિફ્ટનો દરવાજાે ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજાે ન ખુલતા ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સોનલબેનને લિફ્ટમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ તાત્કાલિક સંસ્કૃતિ એપાર્ટમેન્ટ આવી પહોંચી હતી. ફાયરના જવાનો દ્વારા મહિલાને બહાર કાઢવા ભારે જેમ જ ઉઠાવી હતી.ફાયર અધિકારી મનોજ શુક્લએ જણાવ્યું હતું કે ૩૬ વર્ષીય મહિલા લિફ્ટમાં નીચે જઈ રહ્યા હતા. દરમિયાન ત્રીજા માળે લિફ્ટ પાવર ન હોવાના કારણે બંધ થઈ ગઈ હતી. જેથી ચોથા માળ પર જઈ લિફ્ટનો દરવાજાે મશીન વડે તોડવો પડ્યો હતો. બાદમાં મહિલાનું સહી સલામત રેસ્ક્યૂકરવામાં આવ્યું હતું. નીચે જઈ રહી હતી અને અચાનક જ લિફ્ટની લાઈટ, પંખો અને લિફ્ટ બંધ થઈ ગયા હતા. જેથી હું ગભરાઈ ગઈ હતી. મને બહાર કાઢવા બૂમો લગાવી હતી. અંદાજે ૩૦થી વધુ મિનિટ લિફ્ટમાં ફસાઈ રહેતા સફોગેશન પણ થવા લાગ્યું હતું. જાેકે ફાયર દ્વારા દરવાજાે તોડી બહાર કાઢ્યા બાદ જીવમાં જીવ આવ્યો હતો.

સમાચાર