
મહેક એપાર્ટમેન્ટ,નવાપરા ખાતે સી.જી.એસ.ટી. વિભાગનાં અધિકારીઓ ઉપર હુમલો કરનાર ચકચારી ઘટનાના મુખ્ય આરોપી વલીમહંમદ જમાલભાઇ હાલારીને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા સાંપડી હતી. આજરોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારી અને કર્મચારીઓએ આ ગુન્હાનાં મુખ્ય આરોપી વલીમહંમદ જમાલભાઇ હાલારી (ઉ.વ.૪૨, ધંધો-વેપાર રહે.મહેક એપાર્ટમેન્ટ, ભાવનગર હાલ-બાગ-એ-રસુલ, માળીવાળા ખાંચામાં, નવાપરા, ભાવનગરવાળા)ને નિરમા ચોકડી પાસે રોડ ઉપરથી ઝડપી પાડી ધોરણસર અટકાયત કરેલ છે. તા. ૧૩ જુલાઇના રોજ સી.જી.એસ.ટી.વિભાગનાં અધિકારીઓ ભાવનગર, નવાપરા, જુની આર.ટી.ઓ. પાસે આવેલ ફલેટ નં.૩૨૧-મહેક એપાર્ટમેન્ટ ખાતે જીએસટી ને લગત સર્ચ ઓપરેશન કરવા માટે ગયેલ. ત્યારે સી.જી.એસ.ટી. વિભાગનાં અધિકારીઓ ઉપર આરોપીઓએ ભુંડાબોલી ગાળો આપી, ધોલ થપાટ કરી,ઢીકાપાટુનો માર મારેલ. સી.જી.એસ.ટી. વિભાગનાં અધિકારી અભયસિંગને વલી હાલારીએ શર્ટનો કાઠલો પકડી શર્ટ ફાડી નાખી ડોન જહર કાઝી સાથે બીજા માણસો ત્રણેક ધોકાઓ લઇને આવેલ. જે ધોકાથી આડેધડ માર મારી તમારા બાપની જાગીર છે બીજીવાર અહી આવ્યા તો જાનથી જશો તેમ કહી ગાળો આપી જતા રહેલ. જે અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલસાહેબ, એ.એસ.પી. સફિન હસને બનાવ અંગે ગંભીરતા ધ્યાને લઇ આ બનાવમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે એસ.બી.ભરવાડ પોલીસ ઇન્સ.,લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગરનાંઓને સુચના કરતા પોલીસ ઇન્સ. એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા, એલ.સી.બી. સ્ટાફનાં માણસોએ આરોપીને ઝડપી લીધો હતો.
