
પાટણ સ્થિત હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના દીનદયાળ કન્વેન્શન હોલ ખાતે ત્રિ -દિવસીય યુથ ફેસ્ટિવલ કલ્પવૃક્ષનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યુનિવર્સીટીના કુલપતિ પ્રો.ડૉ.જે જે વોરાએ ઉદાહરણ આપતા જણાવ્યું કે, નીલ્સ બોહર જેમણે ૧૯૨૨માં સાહિત્યનાં ક્ષેત્રમાં નોબલ પ્રાઇઝ એવોર્ડ મેળવ્યો હતો. તેમના નાના ભાઈ ગણિતશાસ્ત્રી હતા. તેઓને ઓલમ્પિકમાં સિલ્વર મેડલ મળ્યો હતો. તેઓની સાથે-સાથે તેઓ સરસ રમતવીર હતા. ૩૩માં યુથ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજના પ્રિન્સિપાલ અને અધ્યાપકોએ પણ આ યુથ ફેસ્ટિવલ સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશેષ અભિનંદન યુવા કલાકારો કે જેઓ સ્ટેજ સુઘી પહોંચ્યા છે અને ભવિષ્યમાં તેઓ સારા કલાકાર બની યુનિવર્સિટીને ગૌરવ અપાવવા અપીલ કરી હતી. તેમજ શારીરિક શિક્ષણ નિયામક ડૉ ચિરાગ પટેલએ વિદ્યાર્થીઓને તેમના પ્રતિભાવો લીધા હતા. તેમને જે ફોટોગ્રાફ્સ તેમજ આ પ્રસંગે રહેલાં વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા વિનંતી કરી હતી અને તે બધી મેમોરીજ ફેસબુક પર ઈંાટ્ઠઙ્મॅદૃિેાજ૨૦૨૨ ઈંયુથફેસ્ટિવલ૨૦૨૨ આ હેસ્ટેગ પર કરવા કીધું હતું. ત્યારબાદ વિજેતાઓને તૃતીય, દ્રિતીય અને પ્રથમ નંબરનાં અનુક્રમે ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં કારોબારી સભ્યો શૈલેષભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી સહીત વિવિધ વિભાગોના વડા, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
