
ગાંધીનગર ઇન્ફોસિટી નજીક રાત્રીના અંધારામાં ખેલાયો ખૂની ખેલ..ગાંધીનગર શહેરમાં રાત્રીના 3 વાગ્યાની આસ પાસ ઇન્ફોસિટી નજીક આવેલ લોકડાઉન હોટલ સામે ખૂની ખેલ ખેલાયો હતો.જેમાં કેતનસિંહ ગોહિલનું મર્ડર કરવામાં આવ્યું.તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા મોત નીપજ્યું હતું જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યો.ઘટનાની જાણ થતા જ ઇન્ફોસિટી પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ તેજ કરી છે.ડી.વાય.એસ.પી એમ કે રાણા એ જણાવ્યું કે યુવકો યુવકો વચ્ચે મારામારી થતા એક ઇસમનું મૃત્યુ થયેલ છે અને એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ છે આગળની તપાસ ચાલુ છે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે..
