જમીન સંપાદનની રકમ મેળવવા માટે રૂ. ત્રણ લાખની લાંચ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ અમદાવાદ- મુંબઈ હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં લાંચ લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં લાંચ રૂશ્વત બ્યુરોએ ખેડા તાલુકા સેવા સદનમાં જમીન સંપાદન કચેરીમાં ફરજ બજાવતાં કોમ્પ્યુટર ઓપરેટર, બે નિવૃત્ત મામલતદાર સહિત ત્રણ લોકોની રૂ.ત્રણ લાખની લાંચ લેવાના ગુનામાં ધરપકડ કરી છે. આ ગુનામાં રોકડા કે વસ્તુ લેવાની પ્રકિયા નથી થઈ પરંતુ માત્ર બેંકમાં પૈસા ઉપાડવાની સ્લિપ અને ઇ્‌ય્જી કરાવવાની પ્રકિયા પર જ એસીબીએ કાર્યવાહી કરી છે. જમીન સંપાદનમાં વળતરના પૈસા મેળવવા માટે લાંચ માંગવામાં આવી હતી.અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માં જમીન સંપાદનના વળતર પેટે ચુકવવામાં આવતી રકમ માટે લાંચ લેવાતી હોવાની એસીબીને અરજીઓ મળી હતી. જેમાં ખેડામાં એક વ્યક્તિને તેના પાડોશમાં રહેતા ચારથી પાંચ લોકોને વળતરના પૈસા મળી ગયા હતાં. પરંતુ તેઓને ન મળતાં તાલુકા સેવા સદનમાં કોમ્પ્યુટર ઓપરેટર પિન્કેશ પરમારનો સંપર્ક કર્યો હતો.

ક્રાઇમ ડાયરી