અપહરણ કરાયેલ ૧૪ વર્ષીય સગીરાએ હાઈકોર્ટમાં પિતા સાથે રહેવાનો કર્યો નિણર્ય

અમદાવાદ
લગ્ન કરવાની ખોટી લાલચ આપ્યા બાદ અપહરણ કરી ૮ મહિના સુધી વાલીપણામાંથી દૂર રાખવાના કિસ્સામાં ૧૪ વર્ષીય સગીરાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તેના પિતા સાથે રહેવાનો નિણર્ય કર્યો છે. સગીરાના નિવેદનના આધારે ગુજરાત હાઈકોર્ટે નારી સંરક્ષણ ગૃહને તેને પિતા સાથે રહેવા માટે છોડી મુકવાનો આદેશ કર્યો હતો. કોર્ટે પોલીસ સત્તાધીશોને સગીરાને સલામતી સાથે અરજદારના (પિતા) ઘર સુધી છોડી આવવાનો હુકમ કર્યો છે.અરજદારના એડવોકેટ અનિક તિમબલિયા તરફે ગુજરાત હાઈકોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે બંને આરોપી – રાજેન્દ્ર કુશવા અને અજય કુશવાએ સગીરાની નાની વયનો લાભ લઇ લગ્નની ખોટી લોભામણી લાલચો આપી ૮ મહિના સુધી વાલીપનામાંથી સગીરાને દૂર રાખી છે. બંને આરોપીએ સગીરાને ૮ મહિના સુધી આગ્રા ખાતે રાખી હોવાની વિગતો સામે આવી છે. ૧૭મી માર્ચના રોજ ધંધુકામાં આવેલી ફેક્ટરીમાંથી સગીરાનું તેની ઈચ્છા અને સંમતિ વિરુદ્ધ અપહરણ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.અરજદાર પિતા દ્વારા હ્લૈંઇ દાખલ કરાયા બાદ પણ સ્થાનિક પોલીસ સગીરાને શોધી ન શકતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે પોલીસને સગીરાને શોધી તેને રજૂ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમના આધારે સગીરાને એડિશન સેશન્સ જજ અમદાવાદ ગ્રામ્ય સમક્ષ રજુ કરવામાં આવી હતી. જ્યાં વિડીયો કોંફરેન્સ મારફતે સગીરાએ પિતા સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ૮ મહિના પહેલા ધંધુકા પોલીસ સ્ટેશનમાં સગીર વયની યુવતીના અપહરણ અને વાલીપણાંમાંથી ભગાડી જવાની ફરિયાદ પિતા દ્વારા દાખલ કરાતા પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

કોર્ટ ડાયરી