
જામનગરના જાેડિયા પંથકના બાલંભા ગામે ઉદાસી આશ્રમના મહંતે મહિલા પર દુષ્કર્મ ગુજર્યાની ઘટના સામે આવી છે. મહિલાએ જાેડિયા પોલીસ સ્ટેશનમાં મહંત સામે સંગીન અને ગંભીર આરોપ લગાવતા પોલીસે ફરિયાદ નોંધી મહંતની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઓટીટી પ્લેટફોર્મ પર આશ્રમ સિરિઝના કારણે સમગ્ર દેશમાં આ પ્રકારના કિસ્સાઓની ભરમાર આવી રહી છે તેવામાં સૌરાષ્ટ્રના એક નાનકડા ગામેથી આ પ્રકારનો કિસ્સો આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગત એવી છે કે જામનગર જીલ્લામાં આવેલ જાેડિયા તાલુકાના બાલંભા ગામમાં એક ચકચાર મચાવનાર ઘટના બની છે.જાેડિયા નજીક બાલંભા ગામે ઉદાસી આશ્રમ આવેલ છે. અને આ આશ્રમના મહંત તરીકે ૫૬ વર્ષ ના હરીદાસબાપૂ કાર્યભાર સંભાળે છે. થોડા સમય પૂર્વે ૬ ફેબ્રુઆરીએ આશ્રમના અનુયાયી એવી એક મહિલા ને મહંત દ્વારા ફોન કરીને એવું કહ્યું કે ‘હું બીમાર છું. તમે મારી સેવા કરવા આવો’ જેથી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષ ની પરિણીતા આવી હતી. મહિલાને પોતાના આશ્રમ ખાતે બોલાવેલ અને આ મહિલા જ્યારે મહંતના પગ દબાવી રહી હતી.ત્યારે મહંત હરિદાસબાપુની નીયત બગડતા તેને મહિલાને તેની બાહોમાં લઇ લીધી હતી.અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ જે બાદ મહંત અવારનવાર મહિલા ને ફોન ઉપર ધમકીઓ આપતો હતો કે ‘જાે આ બાબતની કોઈ ને પણ જાણ કરી છે તો હું તાંત્રિક વિધિ કરીશ અને અન્ય અનુયાયીઓને કહીને બદનામ કરી દઇશ’ તેવી ધમકીઓ આપતા હતા. જે ઘટના બાદ અંતે મહિલા જાેડિયા પોલીસ સ્ટેશને પહોચી પોતાની આપવીતી વર્ણવી હતી. જ્યાં પોલીસે મહિલાના નિવેદન લઈને જાેડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જામનગર ગ્રામ્યના ડીવાયસીએમ કૃણાલ દેસાઇએ આ ઘટનાને લઈને જણાવ્યુ હતું કે, આ સમગ્ર ઘટનાને પગલે જાેડિયાના ઁજીૈં એમ.આર. વાળા સહિતના સ્ટાફ દ્વારા આ ગુન્હાનો જેના પર સંગીન અને રંગીન આરોપ લાગ્યો છે. તે ઉદાસી આશ્રમના મહંત એવા ૫૬ વર્ષના હરીદાસબાપૂને ઝડ્પી લઈને ધરપકડ કરી છે.
