
પરિણીતાએ પતિ, સસરા અને દિયરથી કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ
સોશિયલ મીડિયા પર પતિના બીજા લગ્નના ફોટો જાેઈને પત્નીએ ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અનૈતિક સંબંધથી ફરી એક સુખી દામ્પત્યજીવનનો કરુણ અંજામ આવ્યો છે. પરિણીતાએ પતિ અને સાસરિયા પર આક્ષેપ કરીને સ્યુસાઇડ નોટ લખતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ સસરા અને દિયરથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.આ મહિલાએ જ્યારે આપઘાતનો પ્રયાસ કર્યો તે પહેલાં તેને સ્યુસાઇડ નોટ લખી હતી. જે સ્યુસાઇડ નોટમાં તેણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધો હતા અને તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. આ મહિલાના પતિએ જે યુવતી સાથે લગ્ન કર્યા તેણે ધમકી પણ આપી હતી કે, તારો પતિ મારો જ છે એટલું જ નહીં આ મહિલાએ એવા પણ ગંભીર આક્ષેપો કર્યા છે કે, તેના સસરા અને દિયર અવારનવાર સેક્સની માગણી કરતા હતા અને સસરા ક્યારેક ક્યારેક દારૂ પીધેલી હાલતમાં છેડતી પણ કરતા હતા.ઘટનાની વિગત એવી છે કે ગોતામા રહેતી આશા રામાનુજએ પતિ સમીરના રેશમા નામની યુવતી સાથેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર જાેયા હતા. તપાસ કરતા પતિની બીજી પત્ની અને એક દિકરીનો ભાંડો ફુટયો હતો. જેથી મનમા લાગી આવતા આશાબેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમા આશાબેનની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમા સારવાર લઈ રહ્યા છે.
