ખાનગીકરણ પછી પણ રાંધણ ગૅસની સબસિડી મળતી રહેશેઃ ધર્મેન્દ્ર પ્રધાન


બળતણના રિટેલરોમાં દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની તરીકે જાણીતી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)નું ખાનગીકરણ થયા પછી પણ એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ)ના ગ્રાહકોને રાંધણ ગૅસની સબસિડી મળતી રહેશે, એવું તેલ વિભાગના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું.તેમણે પીટીઆઈને કહ્યું હતું કે ‘એલપીજી પરની સબસિડી કોઈ કંપનીને નહીં, પણ ગ્રાહકોને સીધી ચૂકવવામાં આવે છે એટલે એલપીજી વેચતી કંપનીની માલિકીનો મુદ્દો સબસિડી સંબંધમાં વચ્ચે આવતો જ નથી. બીજી રીતે કહું તો એલપીજી આપતી કંપની જાહેર ક્ષેત્રની છે કે ખાનગી ક્ષેત્રની એ મુદ્દો જ નથી.’સરકાર પ્રત્યેક ગ્રાહકને સબસિડીના દરે એક વર્ષમાં ૧૪.૨ કિલોવાળા કુલ ૧૨ રાંધણ ગૅસના સિલિન્ડર આપે છે. આ સબસીડી સીધા જ ગ્રાહકોના બૅન્ક ખાતામાં જમા કરી દેવામાં આવે છે. સબસિડી ઍડ્‌વાન્સમાં ચૂકવાય છે અને ગ્રાહકો એનો ઉપયોગ એલપીજી રિફીલ (સિલિન્ડર) ખરીદવા માટે ઉપયોગમાં લે છે. આ રિફીલ ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન, બીપીસીએલ તેમ જ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સહિતની ત્રણ ઑઇલ માર્કેટિંગ કંપનીઓ પાસે બજાર ભાવે ઉપલબ્ધ હોય છે.

બ્રેકીંગ ન્યૂઝ