નેશનલ સ્કોચ ગ્રુપ દ્વારા ઓનલાઇન વોટિંગરખાયું હતું રાજયમાં એકમાત્રપ.કચ્છના ડીવાયએસપી જે.એન પંચાલ ને મળ્યો એવોર્ડ

દેશના સ્કોચ ગ્રુપ દ્વારા કોવીડ 19 ની મહામારી ના સમયે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અનેક અધિકારી કર્મચારીઓ માટે એવોર્ડ જાહેર કરવા માટે ઓનલાઇન વોટિંગ રખાયું હતું જેમાં રાજયભરમાં એકમાત્ર કચ્છના ડીવાયએસપી જે એન પંચાલ ને એવોર્ડ હાંસલ થયો હતો . કોરોના મહામારીમાં વાયરસ ફેલાતુ અટકાવવા માટે કામગીરી કરવા બદલ નાયબ
પોલીસ અધિક્ષક જે . એન . પંચાલને એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે . દેશના સ્કોચ ગ્રુપ દ્વારા ઓનલાઇન વોટિંગ રાખવામાં આવ્યું હતું જેમાં દેશભરના તમામ અધિકારી અને કર્મચારીઓએ ભાગ લીધો હતો , રાજયભરમાંથી એકમાત્ર પશ્ચીમ કચ્છના ડીવાયએસપી છેક સુધી પહોંચી શક્યા હતા અને તેમને એવોર્ડ હાંસલ થયો હતો . નોંધનીય છે કે , કોવીડ 19 ની મહામારી ના સમયે તબક્કાવાર કામગીરી કરવામાં આવી હતી , વાયરલ ફેલાતુ અટકે તે માટે બહારના લોકોને પોતાના વતન પહોંચાડવામાં તેમજ સ્થાનિક લોકો સામે કાયદાનું હથિયાર ઉગામવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી .

સમાચાર