કુખ્યાત પ્રોહી બુટલેગર ભરત લંગડાના સાથીદારને દબોચતી અરવલ્લી પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસ.

     અરવલ્લી જીલ્લામાં પ્રોહી ગુનાખોરી બાબતે તરખાટ મચાવનાર પરપ્રાંતિય બુટલેગર ભરત લંગડાના સાથીદારને રાજસ્થાન રાજ્યની આંતરરાજ્ય સરહદ પર ઈટવા ગામની સીમમાં રોડ પરથી અરવલ્લી પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસ ટીમ 1 દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.          અરવલ્લી જીલ્લાના      શામળાજી અને સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસ સ્ટેશનના પ્રોહી ના ગુનામાં સંડોવાયેલા અને કુખ્યાત આંતરરાજ્ય બુટલેગર ભરત લંગડાના સાથીદારને અરવલ્લી પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસના સબ ઇન્સ્પેક્ટર કે એસ સિસોદીયા અને તેમનો સ્ટાફ ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંતરરાજ્ય સરહદની નજીક પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ઈટવા ગામની સીમમાં રોડ પરથી નાસતા ફરતા આરોપી રવિન્દ્ર ભંગારી ઉર્ફે વિક્રમ રાજાવત ઉં. વ. ૨૪.રહે ઠાકરડા તા સાગવાડા જી. ડુંગરપુર ને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઇમ ડાયરી