મોડાસા શહેરના દુઘરવાડા ચોકડી નજીક માસ્કનો દંડ ફટકારતી પોલીસ માસ્ક વગર જોવા મળતા યુવકે પોલીસકર્મીનો વિડીયો ઉતારતા પોલીસકર્મીએ યુવકને ફડાકો ઝીંક્યો


  અરવલ્લી     કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ઘર બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે.આવી રીતે જ કોરોનાની ચેનને તોડી શકાશે અને લોકો સુરક્ષિત રહેશે બીજી તરફ માસ્કને લઈને અનેક જગ્યા પર પોલીસ અને લોકો વચ્ચે તકરાર થતી રહે છે. તેમાં પણ સરકારે માસ્ક નહીં પહેરવાના દંડમાં વધારો કર્યો છે ત્યારથી આવા બનાવ છાસવારે બને છે હાલ સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં મોડાસા શહેરની દૂઘરવાડા ચોકડી પાસે માસ્ક વગર રખડપટ્ટી કરતા વાહનચાલકો અને રાહદારીઓ પાસેથી દંડાત્મક કાર્યવાહી કરનાર પોલીસકર્મી જ માસ્ક નીચે લટકાવી દંડ ઉઘરાવી રહ્યો હોવાથી એક યુવકે ફેસબુક લાઈવ કરતા પોલીસકર્મીની પોલ ઉઘાડી પડી જતા બીભસ્ત ગાળ બોલી યુવકને ફડાકો ઝીંકી દીધો હતો તમાશેને ટોળુ ન હોય તેમ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા અન્ય પોલીસકર્મીઓએ માસ્ક વગર દંડાત્મક કામગીરી કરી રહેલ પોલીસકર્મીને જ દંડ ફટકારી પાવતી આપી સ્થળ પર દંડ વસૂલી મામલો થાળે પાડતા નજરે પડી રહ્યા છે સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસકર્મી સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે  મોડાસા શહેરમાં પોલીસતંત્ર ફક્ત સામાન્ય વાહનચાલકો અને શ્રમિકો પાસેથી જ માસ્કની દંડની રકમ ઉઘરાવવામાં શૂરી હોવાની બૂમો ઉઠી રહી છે શહેરમાં અનેક રાજકીય અગ્રણીઓ અને પૈસાદાર લોકો માસ્ક વગર ટહેલતા હોવા છતાં તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં પોલીસતંત્ર ઘૂંટણીયા ટેકવી દેતું હોવાનું આમ આદમી અહેસાસ અનુભવી રહ્યો છે કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ તેવું આમ આદમી ઈચ્છી રહ્યા છે ત્યારે રવિવારે સાંજના સુમારે મોડાસા શહેરના દુઘરવાડા ચોકડી નજીક માસ્ક વગરના લોકો સામે પોલીસે  મળેલ યુવકને પોલીસ દંડ ફટકારતા દંડની કામગીરી કરી રહેલ પોલીસ ટીમમાંથી એક કર્મીએ માસ્ક ગળા નીચે લટકાવી દંડ ઉઘરાવી રહ્યા હોવાથી એક યુવકે સમગ્ર ઘટના અંગે ફેસબુક લાઈવ કરતા પોલીસકર્મી ઉશ્કેરાઈ ગયો હતો અને યુવકને બીભસ્ત ગાળ બોલી ફડાકો ઝીંકી દીધો હતો તેમ છતાં યુવકે વિડીયો ઉતારવાનું ચાલુ રાખતા તમાશો થતા અન્ય પોલીસ કર્મીઓએ માસ્ક વગર દંડાત્મક કામગીરી કરતા પોલીસ કર્મી પાસેથી જ સ્થળ પર દંડ ફટકારી રકમ વસુલ કરવાની સાથે યુવકને તું ઉભો રહેજે કહી અન્ય પોલીસ કર્મીઓ યુવક સામે ગુન્હો નોંધવાની વાત કરતા યુવક સતત પૂછી રહ્યો છે કે કઈ વાત નો ગુન્હો પણ પોલીસકર્મીઓ પાસે કોઈ જવાબ જ ન હતો ત્યારે યુવકના સમર્થનમાં આવેલા લોકોએ થપ્પડ મારનાર પોલીસ કર્મચારી પાસે માફી મંગાવાની જીદ પકડાતા આખરે પોલીસે આ અંગે જે ફરિયાદ કરવી હોય તે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં જઈ કરવા જણાવી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો 

 પોલીસને નિયમ નથી લાગતા?

તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે મોડાસા શહેરના દુઘરવાડા ચોકડી નજીક એક પોલીસકર્મી માસ્ક પહેર્યાં વગર માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારી રહ્યો છે.આ અંગેનો વીડિયો એક યુવકે ફેસબુક લાઈવ કરવાની સાથે પોતાના મોબાઇલમાં શૂટ કરી લીધો હતો. જેમાં પોલીસકર્મી ઉશ્કેરાઈ જઈ યુવકને લાફો ઠોકી દીધો હતો જે અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે જેમાં પોલીસકર્મીએ માસ્ક નથી પહેર્યું પરંતુ તેઓ માસ્ક પહેર્યાં વગર ફરતા અન્ય લોકોને દંડ ફટકારી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં એવી ચર્ચા જાગી છે કે શું નિયમ બધા સામાન્ય લોકો માટે જ છે? વીડિયો શૂટિંગ વખતે જ્યારે કોઈ વ્યક્તિ પોલીસને પૂછે છે કે સાહેબ, શું પોલીસને માસ્કનો નિયમ નથી લાગતો ત્યારે પોલીસ કર્મી લાફો મારી ધમકી આપી રહ્યો છે  તે કહે છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લે વધુ એક વખત આ જ પ્રશ્ન પૂછાયો ત્યારે યુવકને કેસ કરવાની ગર્ભિત ધમકી આપવામાં આવતી હોવાનું યુવક જણાવી રહ્યો છે

ક્રાઇમ ડાયરી