
મહેન્દ્રપ્રસાદ અરવલ્લી
ભિલોડાના ડોડીસરા ગામે એક મહિના અગાઉ નામચીન બુટલેગર સૂકા ડૂંડે બે પત્નીઓ અને સાગરીતો સાથે મળી કૂંડોલપાલ રહેતા કલ્પેશ નવજીભાઈ બરંડા અને તેના મામા અને શામળપૂર ગામના કડવાભાઇ નાનજીભાઈ ગામેતીને વિધી કરવાના બહાને બોલાવી અપહરણ કરી સુકા ડુંડના ઘરે લઇ જઈ ઢોર માર મારી સ્વીચબોર્ડમાંથી કરંટ આપતા કડવાભાઇ ગામેતીનું મોત નીપજ્યું હતું ભિલોડા પોલીસે ૬ હત્યારાઓ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા તેની બે પત્નીઓ અને બે સાગરીત ઝડપાઈ ચુક્યા છે પણ અપહરણ વીથ મર્ડરના ગુન્હાનો મુખ્ય આરોપી સુકો ડુંડ પોલીસ પકડથી દૂર છે આ કુખ્યાત બુટલેગરે ઝડપી પાડવા અનેક સ્થળે રેડ કરી છે પોલીસ પર હુમલો કરવા ટેવાયેલા નામચીન બુટલેગર સૂકા ડૂંડે પરપ્રાંતીય બુટલેગરોના શરણે પહોંચતા અને વારંવાર સ્થળ બદલાતો રહેતો હોવાથી એક મહીનો થવા છતાં પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે પોલીસસુત્રોના જણાવ્યા અનુસાર સૂકો ડુંડના સાગરીતો ઝાડપાઈ જતા પોલીસના હાથવેંતમાં જ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
ડોડીસરા ગામે ખેલાયેલા ખૂની ખેલમાં અરવલ્લી પોલીસે હત્યાના ગુન્હામાં સુકા ડુંડની બે પત્નીઓની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ વાહન કબ્જે લીધા હતા એક મહિના બાદ બુટલગરના અંગત અને ખાસ સાગરીત એવા હત્યામાં સંડોવાયેલ બહાદુર ઉર્ફે રામપ્રકાશ ડુંડને અમદાવાદના જેતલસર વિસ્તારમાંથી બહેનના ઘેરથી પેરોલ ફર્લો ટીમે દબોચી લીધો હતો ત્યારે ભિલોડા પોલીસને અપહરણ વીથ મર્ડરના ગુન્હામાં સામેલ પરેશ ઉર્ફે પરો રામજી ડુંડ જેશીંગપુર ગામે આવ્યો હોવાની બાતમી મળતા અરવલ્લી પોલીસે દબોચી લીધો હતો ભિલોડા પીએસઆઈ કે કે રાજપૂતને હત્યાના ગુન્હામાં સામેલ સુકા ડુંડનો સાગરિત અને ડોડીસરા ગામનો પરેશ ઉર્ફે પરો ડુંડ ભિલોડાના જેશીંગપુર અવ્યો હોવાની બાતમી મળતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતને જાણ કરતા તેમના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ભરત બસીયા એલસીબી પીઆઈ આર કે પરમાર સહીત અલગ અલગ ટિમો સાથે જેશીંગપુર ગામે બાતમી સ્થળે કોર્ડન કરી પરેશ ઉર્ફે પરો રામજી ડુંડને ઝડપી લીધો હતો સુકા ડુંડને ઝડપી પાડવા છેલ્લા એક મહિનાથી પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે
અરવલ્લી પોલીસવડા સંજય ખારાતના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ભરત બસીયા,એલસીબી,એસઓજી,પેરોલ ફર્લો અને ભિલોડા પોલીસે અપહરણ વીથ મર્ડરના ગુન્હામાં સામેલ નામચીન બુટલેગર સુકા ડુંડ અને તેના સાગરીતોને ઝડપી પાડવા અનેક જગ્યાએ રેડ કરવાની સાથે ડોડીસરા અને સમગ્ર વિસ્તારમાં અનેકવાર દિવસે અને રાત્રીના સમયે કોમ્બિંગ હાથધર્યું છે બાતમીદારો સક્રિય કરવાની સાથે ટેકનિકલ સર્વેલન્સ પણ સતત થઇ રહ્યું છે રાજસ્થાન સહીત સંભવીત સ્થળોએ પણ તપાસ ચાલી રહી છે તેમ છતાં સૂકો ડુંડ પકડથી દૂર છે ડીવાયએસપી ભરત બસીયાએ તો ભિલોડા પંથકમાં ધામા નાખી સુકા ડુંડ અને તેના સાગરીતોની શાન ઠેકાણે લાવવા શખ્ત કાર્યવાહી કરી રહ્યા છે
