રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી નિમિત્તે યોજાતી પાર્ટીઓમાં વિદેશી દારૂનું સેવન કરવાનું દૂષણ વધી રહ્યું છે. થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘૂસાડવાના અને ઝડપવાના બનાવો વધી રહ્યા છે. બુટલેગરો રાજ્યમાં અવનવી તરકીબો અજમાવીને વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે મોડાસા ટાઉન પોલીસે દેશી દારૂના ગૃહ ઉદ્યોગ માટે જાણીતા છારાનગર (જીવણપુર)ની નિશા નાથા છારા,રેશ્મા ઉમેશ છારા,કોમલ અમીત છારા પ્રિતી જયેશ છારા અને સોનિકા મંગા છારા નામની ૫ મહિલા બુટલેગરને સર્વોદયનગર ત્રણ રસ્તા નજીકથી બાતમીના આધારે દબોચી તલાસી લેતા પ્લાસ્ટિકની થેલીઓ માંથી 444 લીટર દેશી દારૂ કીં.રૂ.8800/- નો જથ્થો જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મોડાસા ટાઉન પીઆઈ સી પી વાઘેલા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હંગામી બસ સ્ટેન્ડ પાસે પૂઠાના બોક્ષની આડમાં વિદેશી દારૂની યુવક ખેપ મારી રહ્યો હોવાની બાતમી મળતા બાતમી આધારીત બુટલેગર પહોંચતા પોલીસે અટકાવી પુંઠાના બોક્ષની આડમાં સંતાડેલ વિદેશી દારૂના પાઉચ નંગ-192 કીં.રૂ.19200/- નો જથ્થો જપ્ત કરી રાજસ્થાનના સેલાગુડા-ઢેલાણાના સંપત હંસરાજ કુમાવતની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રાજસ્થાન તરફથી પુરઝડપે આવી રહેલી એકસયુવી (ગાડી.નં-GJ 02 BH 9999) શંકાસ્પદ જણાતા અટકાવવા જતા ગાડીના ચાલકે ગાડી દોડાવી મુકતા પોલીસે ખાનગી વાહનમાં પીછો કરતા અને સરકારી જીપમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને પણ જાણ કરતા વેણપુર નજીક પોલીસે કોર્ડન કરી એકસયુવીને અટકાવતા ગાડીનો ચાલક ગાડી રોડ પર મૂકી ડુંગરના જંગલોમાં નાસી છૂટ્યો હતો પોલીસે ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂની 144 બોટલ કીં.રૂ103680/- તથા એકસયુવી ગાડી મળી કુલ રૂ.803680/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કાર્ય હતા
મહેન્દ્રપ્રસાદ અરવલ્લી


