વડોદરા,
રોજગાર અને તાલીમ કચેરી વડોદરા દ્વારા રોજગાર ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. યુવાનોને રોજગારીની તક મળી રહે તે માટે રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળા શ્રેષ્ઠ માધ્યમ બની રહે છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ખાનગી નોકરીદાતાઓ દ્વારા નોંધાયેલ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. આવી ખાલી જગ્યાઓ પર ભરતી થનાર હોય રોજગારવાંચ્છુઓને રોજગારીની તક મળી રહે તે માટે રોજગાર કચેરી વડોદરા દ્વારા ટેલીફોનિક, ગૂગલ મીટ, સ્કાયપ વગેરેના માધ્યમથી ઓનલાઇન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૭ જાન્યુઆરી-૨૦૨૧ને ગુરૂવારના રોજ વર્ચ્યુઅલ ભરતીમેળો યોજાશે. આ વર્ચ્યુઅલ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએhttps://forms.gle/4p6iQkyUisKio56RAલિંક પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે, તેની નોંધ લેવા મદદનીશ રોજગાર નિયામકની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
