પ્રાપ્ત માહિતીના આધારે ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટુકડીએ બ્યૂરો પાસેથી લાઈસન્સ લીધા વિના ઈલેક્ટ્રિક કેબલનું ઉત્પાદન અને આઈએસઆઈ માર્કાવાળા પેકિંગનો જથ્થો તારીખ 07-01-2021ના રોજ બકરોલ ગામની પાસે સ્થિત ગોપાલચરણ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ તેમજ સ્વાગત ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કાર્યરત ઈલેક્ટ્રિક કેબલ બનાવનારા 4 એકમોમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મોટા જથ્થામાં ભારતીય માનક બ્યૂરોના માનક ચિન્હ આઈએસઆઈનો દુરુપયોગ વાળા વિવિધ બ્રાન્ડના દોઢ લાખ (1,50,000) મીટરથી વધુના ઈલેક્ટ્રિક કેબલનો માલ જપ્ત તથા સીલ કરવામાં આવ્યા હતો. જે એકમોનો માલ, બ્રાન્ડ તેમજ જપ્ત કેપલનો જથ્થો નીચે આપેલ છે.મેસર્સ ગુરુદેવ ઈન્ડસ્ટ્રીઝ, પ્લાન્ટ નંબર 239, ગોપાલચરણ ઈન્ડસ્ટ્રિયલ એશ્ટેટ, કુજાડ બાકરોલ, રોડ, તા. દસક્રોઈ, અમદાવાદ-382430.કનેક્ટ (connect) લગભગ 52700 મીટરમેસર્સ આશીર્વાદ કેબલ ઈન્ડસ્ટ્રીઝ, બી-19, સ્વાગત ઈન્ડસ્ટ્રિયલ પાર્ક, બાકરોલ, બજરંગ, તા. દસ્ક્રોઈ, અમદાવાદ-3892430.એસીઆઈ (ACI) કોરબૈટ (Korbet)લગભગ 80000 મીટરમેસર્સ કૃષ્ણા કેબલ, પ્લાન્ટ નંબર 73, ગોપાલ ચરણ ઈન્ડસ્ટ્રિયલ એશ્ટેટ, કુજાડ બાકરોલ રોડ, તા. દસ્ક્રોઈ, અમદાવાદ-382430.જીઈઈ-ડીલક્ષ, (GEE- (Delux) યૂઆર-ગોલ્ડ(Ur-Gold)લગભગ 25000 મીટરમેસર્સ પાલીશ્યોર કેબલ ઈન્ડસ્ટ્રીઝ, પ્લાન્ટ નંબર 16, ગોપાલ ચરણ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, કુજાડ બાકરોલ, રોડ, તા. દસ્ક્રોઈ, અમાવાદ-382430.ફલૂગા (Fluga), ડાયમંડ (Diamond), ફિકોન (Ficon), ભાવિક (Bhavik)લગભગ 250 મીટર તથા 2000 કેબલ


