મહેસાણાના મંડાલી હાઇવે પર ટુંડાલી ગામની સીમમા રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝઃ ફેક્ટરી ગેરકાયદે છે નો થયો ખુલાસો

Image result for Three workers die in chemical factory in Mehsana, owner booked


મહેસાણાના મંડાલી હાઇવે પર ટુંડાલી ગામની સીમમાં સોમેશ્વર જીઆઇડીસીમાં આવેલી રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ઝેરી ગેસને કારણે ૩ શ્રમિકોનાં મોત પ્રકરણમાં પોલીસે કેમિકલ પ્લાન્ટ નાખનારા મિતુલ મિસ્ત્રીની ધરપકડ કરી હતી. બીજી બાજુ અત્યાર સુધી કુંભકર્ણની જેમ ઊંઘતા રહેલા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગની ટીમની તપાસમાં કારખાના ધારા હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યા વગર, લાયસન્સ લીધા વગર દોઢ-બેક મહિનાથી ઇન્ડસ્ટ્રીઝ ધમધમતી હતી. જેમાં સેફ્ટીના સાધનો વગર કામકાજ ચાલતું હોવાનું બહાર આવતાં ક્લોઝર નોટિસ અપાઇ છે. લાંઘણજ પીએસઆઇ એસ.ડી. રાંતડાએ ત્રણ શ્રમિકોનો ભોગ લેનારી કેમિકલ ફેકટરીના માલિક મિતુલ મિસ્ત્રીની ધરપકડ કરી પૂછપરછ કરતાં ચોંકાવનારી હકિકત ખુલી હતી. જેમાં તેને રવિ પટેલ સાથે મળીને કોઇપણ લાયસન્સ વિના છ મહિના પહેલાં સોમેશ્વર જીઆઇડીસીમાં ભાડે રાખેલી ફેક્ટરીમાં કેમિકલ પ્લાન્ટ નાખ્યો હતો. બીકોમ પાસ આ બંને ભાગીદારોને કેમિકલ બનાવવાનો કોઇ ઝાઝો અનુભવ ન હોવા છતાં દોઢ મહિનાથી તેઓ બહારથી સોડિયમ બ્રોમાઇડ નામનું કાચુ કેમિકલ મગાવી તેની પ્રોસેસ બાદ બહાર ફેક્ટરીઓમાં વેચતા હતા. પોલીસે તપાસના પ્રથમ દિવસે ફેક્ટરીમાંથી કબજે કરેલા કેમિકલના નમૂના એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, અહીં મજૂરીકામે આવતા શ્રમિકોને રોજના રૂ. ૩૦૦ અને માસિક રૂ.૧૫ હજાર મહેનતાણું ચૂકવાતું હતું. નોંધનીય છે કે, આ ઘટનામાં ઝેરી ગેસની અસર ફેકટરીના ભાગીદાર એવા રવિ પટેલને પણ થતાં સારવાર હેઠળ છે ત્યારે તે સ્વસ્થ થયા બાદ પોલીસ તેની પણ ધરપકડ કરશે.

પર્યાવરણ સમાચાર