વડોદરા,પાવી જેતપુરમાં દારૂની ખેપ મારતા પકડાયેલા યુવાનને પોલીસે મારતા હાલત ગંભીર

વડોદરા,પાવી જેતપુરમાં દારૂની ખેપ મારતા પકડાયેલા યુવાનને પોલીસે મારતા હાલત ગંભીર
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં દારૂની ખેપ મારતા યુવાનને માર મારવાના આક્ષેપ સાથે બુધવારે ખોરવાણીયાની મહિલાઓએ પીએસઆઈ સામે ફરીયાદ દાખલ કરવાની માંગ સાથે હલ્લાબોલ કર્યું હતું. જેને લઈને આખા દિવસના ડ્રામા બાદ મોડી રાત્રે પાવી જેતપુરના પીએસઆઈ, કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી. ફરિયાદમાં પીએસઆઈનું ક્યાંય પણ નામ તો ઠીક હોદ્દો પણ ન દેખાતા કાર્યવાહી સામે શંકા સેવાઇ રહી છે. છોટાઉદેપુરના ડીવાયએસપી એ.વી. કાટકડે જણાવ્યું હતું કે,
પોલીસે માર માર્યાની રજૂઆત આવતા પીએસઆઈ, એક કોન્સ્ટેબલ અને એક જીઆરડી જવાન સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પાવી જેતપુર તાલુકાના ઘૂટિયા ખાતે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે ૮ વાગ્યે દારૂની ખેપ મારવા જતા યુવકોને પાવી જેતપુરના પીએસઆઈ, કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન ખાનગી વાહન લઈને જતા હતા, ત્યારે રસ્તામાં રોકવા માટે બાઇક ચાલક યુવક રાજેશને લાકડીનો ફટકો મારતા બંને બાઈક સવાર યુવકો નીચે પડી ગયા હતા. નીચે પડતા જ પાછળ બેઠેલો યુવક લીલેશભાઈ ઊભો થઈને ભાગી ગયો હતો અને દૂર જઈને સંતાઈને જાેતાં પોલીસે ફરીથી નીચે પડેલા રાજેશને માર મારતા રાજેશ બેભાન થઈ જતા પોલીસે જ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને રાજેશને સારવાર માટે પાવી જેતપુર લઈ જવામાં આવ્યો હતો,
જ્યાંથી તેને વધુ સારવાર માટે વડોદરા લઈ જવાતા ત્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પાવી જેતપુરના પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં બુધવારે ખોરવાનીયા ગામની ૨૫થી ૩૦ મહિલાઓએ પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યું હતું. આ મામલો ગરમાતા છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધીકારીઓ પાવી જેતપુર દોડી આવ્યા હતા અને પાવી જેતપુર ઁજીૈં સામે જ્યાં સુધી ફરીયાદ દાખલ નહી થાય ત્યાં સુધી ઘરે નહીં જવાની જીદ લઈને બેસતા આખરે આખા દિવસના ડ્રામા બાદ પાવી જેતપુરના ઁજીૈં, કોન્સ્ટેબલ કમલેશ અને ય્ઇડ્ઢ જવાન સુરપાન સામે ઇપીકો ૩૦૭, ૩૨૫ અને ૧૧૪ મુજબ ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઇમ ડાયરી