
અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ખાન ખનીજ કચેરીના કર્મચારીઓ ઉપર ભૂમાફિયા અને ખનિજ ચોરી કરી વરસે દહાડે લાખો નો સરકારને ચૂનો આપતા ખનીજ ચોરો અને ભૂમાફિયાયો દ્વારા હુમલો કરી આ તત્વો ડમ્ર લઈને ફરાર થઈ ગયા હતા.તેમજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ઉપર ગાડી ચડાવી દેવાની અને જાનથી મારી નાખવાની કોશિશ કરતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર સમયસૂચકતા થી બચી ગયા હતા અને મસમોટો હોબારો થયો હતો. મોડાસાના દેવરાજ મંદિર પાસે બનેલી આ ઘટના બાદ ઇન્સ્પેક્ટર દ્ગારા આવા તત્વો સામે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોધિવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતના મામલે ફરીયાદ નોંધી આવા તત્વો ને નશ્યત કરવા આગરની કાર્રવિહી હાથ ધરી છે. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ખનીઝચોરો અને કહેવાતા ભૂમાફિયાઓ ની દાદાગીરી એ માઝા મૂકી છે અને સામાન્ય જનતા થી માંડીને અધિકારી કે કર્મચારી સામે રીતસરની દાદાગીરી અને વિલનગીરી વધારતા ખૂદ તંત્ર પણ આવા તત્વો ને નશ્યત કરવા અને સરકારી તિજોરીને વરસે દહાડે લાખો રૂપિયાની નુકશાની આપતા આવા તત્વો સામે લાલઆખ કરી કોઈ પણ ભોગે દાદાગીરી નહીં ચલાવી લેવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉચ્ચ લેવલે થી સત્તાઓ માટે ની પણ કાર્યવાહી કરવાની મંજૂરી ઓ માંગવાની ચર્ચાઓ સાબરનાં મળી છે મોટાભાગે આવા તત્વો કેટલાક રાજકારણીઓ અને ગોડફાધર ના ઈશારે તંત્રના ઈશારે અને તેમની મીલીભગતથી આવા કૃત્યો કરતા હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે આજે દેવરાજ ધામ પાસે બનેલી આ ઘટના ને લોકો શરમજનક ગણાવી આવા તત્વો ને પાઠ ભણાવવા તંત્ર વાહકોને જણાવી રહ્યા છે..રિપોર્ટ; મહેન્દ્રપ્રસાદ (મોડાસા અરવલ્લી)
