
ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાને કોરોનાના સંક્રમણને જાેઈને સ્કૂલો ખોલવાનો ર્નિણય ટાળી દીધો છે.પહેલા રાજસ્થાનમાં સ્કૂલો ૧૬ નવેમ્બર બાદ ખુલવાની હતી પણ હવે સરકારે સ્કૂલોને ૩૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપી દીધો છે.કોરોના વાયરસના ખતરાને હળવાશથી લેવા જેવો નથી તેવુ કારણ સરકારે આ માટે આપ્યુ છઓે.રાજ્યમાં સ્કૂલો, કોલેજાે અને કોચિંગ ક્લાસીસ બધ રહેશે અને ૩૦ નવેમ્બર પછી સ્થિતિનુ મુલ્યાંકન કરીને આગળનો ર્નિણય લેવામાં આવશે.રાજસ્થાન સરકારે પહેલા ૨ નવેમ્બર સુધી સ્કૂલો-કોલેજાે બંધ રાખવાનુ નકકી કર્યુ હતુ.એ પછી આ સમય મર્યાદા ૧૬ નવેમ્બર સુધી લંબાવાઈ હતી અને સરકારે હવે વધુ એક વખત ડેડલાઈન આગળ વધારી છે.વાલીઓ અને સ્કૂલ સંચાલકો પાસેથી ફીડબેક લીધા બાદ સરકારે આ ર્નિણય કર્યો છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ૨૩ નવેમ્બરથી સ્કૂલો શરુ થવાની છે અને મહારાષ્ટ્ર સરકારે પણ આજ પ્રકારનો ર્નિણય લીધો છે. કર્ણાટક, તામિલનાડુ અને દિલ્હી જેવા રાજ્યોએ આ મુદ્દે હજી કોઈ ર્નિણય લીધો નથી.
