


સંસ્થા ના ચેરમેન શ્રી . અશોકભાઇ ચૌધરી ના વરદહસ્તે આજે વિધિવત રીતે સૈનિક સ્કુલ ની શરૂઆત કરવામાં આવી.
દૂધસાગર ડેરી માં દશકો સુધી પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર શ્રદ્ધેય સ્વ . મોતીબાપુ ના શતાબ્દી વંદના વર્ષ નિમિત્તે આ ઇન્સ્ટિટ્યૂટ નું મોતીભાઇ રણછોડભાઇ ચૌધરી સૈનિક સ્કુલ નામાભિધાન કરવામાં આવ્યું.સમગ્ર દેશમાં આ પ્રકારની સો (100 ) સૈનિક સ્કુલ હોય તેવું પ્રધાનમંત્રી ના સ્વપ્ન ને ઉત્તરગુજરાતની ભૂમિ ઉપર દૂધસાગર ડેરી દ્વારા સાકાર રૂપ આપવામાં આવ્યું.ચાલું શૈક્ષણિક વર્ષ માં શરૂઆત ના તબક્કે ધોરણ . 6 થી શરૂઆત કરવામાં આવી જે તબક્કાવાર આગળ વધતી રહેશે.ગુજરાત સરકાર – CBSE – અને – સંરક્ષણ મંત્રાલયના થી માન્યતા પ્રાપ્ત આ સંપૂર્ણ રેસીડેન્સીયલ સ્કુલ માં શારીરિક ક્ષમતા – બળ કૌશલ્ય – રમતગમત – પર્સનાલિટી ડેવલોપમેન્ટ – નૈતિક મૂલ્યો અને દેશપ્રેમ જેવું મૂલ્યવર્ધિત શિક્ષણ આપવામાં આવશે.આજે દેશના પ્રધાનમંત્રી શ્રી . ના જન્મોત્સવ નિમિત્તે સદર સૈનિક સ્કુલ ની પ્રથમ બેન્ચ ના વિધાર્થીઓએ માર્ચ પાસ્ટ કરી તેમને જન્મ દિવસ ની શુભકામનાઓ પાઠવી.દૂધસાગર ડેરી ના યશસ્વી ચેરમેન શ્રી. અશોકભાઇ ચૌધરી એ બાળકો સાથે સીધો વાર્તાલાપ કરી તેમની અનુકૂળતાઓ અને જરૂરિયાતો સંદર્ભે જાણકારી મેળવી.સમગ્ર કાર્યક્રમ દરમિયાન નિયામક મંડળ ના સભ્ય શ્રી . સરદારભાઇ ચૌધરી , શ્રી . રાયમલભાઇ દેસાઈ , દૂધસાગર ડેરી ના એમ . ડી શ્રી . ધીરજકુમાર અને વિદ્યાર્થીઓ સહિત સ્ટાફ હાજર રહ્યો. ચેરમેન શ્રી . ના વરદહસ્તે સૈનિક સ્કુલ ના લોગો નું પણ અનાવરણ કરવામાં આવ્યું.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.
