કેન્દ્રીય કૃષિ સંબંધિત નવા કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને પગલે ૮મી ડિસેમ્બરને મંગળવારે દેશવ્યાપી બંધનું એલાન જાહેર થયું છે, ત્યારે ગુજરાતમાં વિરોધ પક્ષ કોંગ્રેસ સહિત વિવિધ ખેડૂત સંગઠનોએ આ બંધને ટેકો આપતા તે દિવસે બંધ પાળવાની સાથે ચક્કાજામ, ધરણાં, સૂત્રોચ્ચાર, દેખાવો જેવા કાર્યક્રમો યોજવાનું પણ જાહેર કર્યું છે હાલ અરવલ્લી જીલ્લામાં ભારત બંધના સમર્થનમાં કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકર્તાઓ રણનીતિ બનાવી રહ્યા છે અને સોશ્યલ મીડિયામાં ભારત બંધને સમર્થન માટે પોસ્ટ અને મેસેજ વાયરલ કરી રહ્યા છે બીજી બાજુ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ભારત બંધને મારુ સમર્થન નથી હું વડાપ્રધાન મોદી સાથે છું ની પોસ્ટ અને મેસેજ વાયરલ કરી રહ્યા છે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા ભારત બંધનુ એલાન અપાયુ છે ત્યારે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે કે, ખેડૂતોના મનની વાત સરકાર સાંભળે અને કાળો કાયદો પાછો ખેંચે તેમજ મંગળવારે ખેડૂતોએ આપેલ ભારત બંધને સમર્થન જાહેર કરતા અરવલ્લી જીલ્લો પણ બંધ રહે તે માટે કોંગ્રેસના અગ્રણીઓ રણનીતી તૈયાર કરી બંધને સંપૂર્ણ સફળતા મળે તેવા પ્રયત્નો આદર્યા હોવાની સાથે સોશ્યલ મીડિયામાં ભારત બંધના સમર્થનમાં પોસ્ટ અને મેસેજ વાયરલ કરી લોકોને પ્રભાવીત કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે બીજીબાજુ અરવલ્લી જીલ્લામાં કોંગ્રેસે કરેલ ભારત બંધના સમર્થનનો ફિયાસ્કો થાય અને અરવલ્લી જીલ્લામાં બંધની અસર નહિવત જોવા મળે તે માટે અથાગ પ્રયત્નો હાથધર્યા છે અને હું ભારત બંધના સમર્થનમાં નથી હું પીએમ સાથે છું ની પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી કોંગ્રેસે આપેલ બંધને નિષ્ફ્ળ બનાવવા માટેની કામગીરીમાં લાગી ગઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જીલ્લામાં કોંગ્રેસે આપેલ અત્યાર સુધીના બંધના એલાનને મહત્તમ સફળતા મળતી નથી તેમાંય ખાસ કરી શહેરી વિસ્તારો અને તાલુકા મથકો પર કોંગ્રેસ પકડ ગુમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જોવું રહ્યું કે ખેડૂતોએ આપેલ ભારત બંધના એલાનમાં સમર્થન આપનાર કોંગ્રેસ અરવલ્લી જીલ્લામાં બંધની અમલવારીમાં સફળ રહે છે કે પછી નિષ્ફ્ળ રહેશે



